પ્રેમની સાચી પરિભાષા શીખવાડતો વીડિયો આવ્યો સામે, ટ્રાફિક સિગ્નલ ઉપર આ ભાઈએ શ્વાન સાથે કર્યું એવું કે જોઈને તમારું દિલ પણ ઘાયલ થઇ જશે, જુઓ

ઇન્ટરનેટ ઉપર ઘણા વીડિયો એવા સામે આવતા હોય છે જે આપણા દિલ જીતી લેતા હોય છે, ખાસ કરીને માનવતા વ્યક્ત કરતા વીડિયોને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. પ્રાણી પ્રેમના અને તેમના પ્રત્યેની ભાવના દર્શાવતા વીડિયોને પણ લોકો ખુબ જ પ્રેમ આપતા હોય છે, ત્યારે હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિનો શ્વાન પ્રત્યેનો પ્રેમ જોઈને તમે પણ તમારું દિલ હારી જશો.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ, જેનું ઘર પણ રસ્તાની બાજુમાં ટ્રાફિક સિગ્નલ પાસે ફૂટપાથ ઉપર બનાવેલું છે, તે પોતાની સાથે રખડતા શ્વાનને જગ્યા આપી રહ્યો છે. તે તેમની સંભાળ રાખે છે અને ઘરના સભ્યની જેમ તેમની સાથે પ્રેમ, વાતો અને સ્નેહનો વરસાદ કરે છે. પ્રાણી પ્રત્યેના આ વ્યક્તિના વર્તને લોકોનું દિલ જીતી લીધું અને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.

કદાચ આ વ્યક્તિ માટે તમારા પણ સારા વિચારો હશે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સાઈટ્સ ઓફ નેગીઝ લાઈફ નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ નાનકડી વિડિયો ક્લિપમાં મુંબઈમાં ટ્રાફિક સિગ્નલ પર બેઠેલો એક માણસ શ્વાન સાથે વાત કરતો જોઈ શકાય છે અને શ્વાનના હાવભાવ દર્શાવે છે કે તે તેની વાત પૂરી રીતે સાંભળી રહ્યો છે અને સમજી રહ્યો છે. આ સાથે, વ્યક્તિએ એકવાર શ્વાનના શરીરને પણ તપાસ્યું કે તેના શરીર પર કોઈ ટીક્સ ચોંટી ગયો છે કે કેમ. તેણે તેણીને આલિંગન આપવાનું ચાલુ રાખ્યું, પ્રેમથી વાત કરી. ત્યાં આસપાસ વધુ બે કે ત્રણ શ્વાન જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by ®️ (@insightsofnegislife)


દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ક્લિપ મુંબઈના ચેમ્બુરના ટ્રાફિક સિગ્નલની છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, પ્રેમની કોઈ ભાષા નથી હોતી. જ્યારે હું ટ્રાફિક સિગ્નલ પર લાઇટ ગ્રીન થાય તેની રાહ જોતો હતો ત્યારે મેં આ અદ્ભુત દૃશ્ય જોયું અને તેને પોસ્ટ કરવાથી મારી જાતને રોકી ન શક્યો. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. જ્યારે લગભગ 43 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. યુઝર્સે તેના પર રસપ્રદ કોમેન્ટ કરીને વ્યક્તિની પ્રશંસા કરી છે.

Niraj Patel