હેલ્થ

મધ અને આ વસ્તુ મિક્સ કરીને ઉતાર્યું 32 કિલો વજન, ઘરવાળા પણ ચોંકી ઉઠ્યા

જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય તો આ યુવકની ટિપ્સ આવી શકે છે તમને કામ

આજે લોકોની ભાગદોડ ભરી જિંદગીમાં બહુ લોકો મોટાપાની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. લકઝરીયસ લાઈફને કારણે વજનમાં વધારો થઇ રહ્યા છે જેના કારણે ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યા થાય છે. વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ અને એક્સરસાઇઝનો સહારો લે છે.

લાઈફસ્ટાઈલને કારણે એક યુવકનું સ્વાસ્થ્ય તો ખરાબ થયું સાથે-સાથે તેનું વજન પણ વધવા લાગ્યું હતું. વજન વધવાથી તેનો કોન્ફિડન્સ ઓછો થવા લાગ્યો હતો. આ બાદ ટુરિઝમ અને સિનિયર કોન્ટ્રેક્ટિંગ સુપરવાઈઝરે ખાવાપીવામાં ધ્યાન આપ્યું હતું. એક વર્ષમાં લગભગ તેને 32 કિલો વજન ઘટાડયું હતું. આવો જાણીએ

Image Source

વજન વધવાને કારણે શિવ કુમારે જણાવ્યું હતું કે, મારો આત્મવિશ્વાસ કમજોર થવા લાગ્યો હતો. જેના કારણે મને કોઈને મળવામાં અસહજતા મહેસુસ થવા લાગી હતી. મોટાપાને લઈને મારે ઘણી વાર શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડયું હતું. આ સાથે જ વધુ સમય સુધી ખુરશી પર બેસવાથી પણ તકલીફ થતી હતી. વજન ઘટાડવા માટે મેં જિમ જોઈન કર્યું હતું. 1 મહિના બાદ પણ કોઈ ફર્ક જોવા મળ્યો ના હતો. મારા અંકલે મને કોમ્બુ હની વિષે જણાવ્યું હતું. જેનાથી મને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી હતી.

આ યુવકે ફિટ રહેવા માટે જંક ફૂડ છોડી દીધું હતું અને હેલ્થી ડાયેટ પ્લાન ફોલો કરવાનું શરૂ કર્યું હતું. આ યુવક સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ મેળવીને સેવન કરતો હતો. જેના અડધો કલાક બાદ 1 ઈંડા સાથે ઈડલી ખાતો હતો. બપોરના જમવામાં 200 ગ્રામ ભાત અને એક વાટકી કઢી જમતો હતો. રાતના જમવામાં સિમલા મિર્ચ, ઓલિવ ઓઇલ, ટમાટર, કોબી અથવા ગાજરના તાજા સલાડ લેતો હતો. આ યુવક પ્રિ વર્કઆઉટ કે પોસ્ટ વર્કઆઉટ કરતો ના હતો.

Image Source

વજન ઘટાડવા માટે વર્કઆઉટની વાત પર શિવ કુમારે જણાવ્યું હતું કે, હું 30 મિનિટ સુધી સ્ટ્રેચિંગ અને બેઝિક યોગાસન કરતો હતો. આ સિવાય તે અડધો કલાક જલ્દી ચાલતો હતો. આ યુવક દર અઠવાડીએ વજન ચેક કરતો હતો. જયારે તે જોતો હતો તેનું વજન ઓછું થઇ રહ્યું છે તો તે ઘણો મોટીવેટ થતો હતો. આ સિવાય શિવકુમાર વજન ઘટાડાને જોઈને તેની આસપાસના લોકો પણ તેની પાસેથી ટિપ્સ લેતા હતા.

આ યુવકે જણાવ્યું હતું કે, વજન ઘટાડવા માટે સંપૂર્ણ લાઈફસ્ટાઇલ બદલી નાખી હતી. આ યુવકે જંક ફૂડ અને મીઠી વસ્તુઓ ખાવાની બિલકુલ બંધ કરી દીધી હતી. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરતો હતો. હંમેશા હેલ્થી ફૂડ ખાતો હતો.