વંદે ભારત ટ્રેનમાં પત્નીને મૂકવા ગયો હતો પતિ, અચાનક બંધ થયો ઓટોમેટિક દરવાજો તે નાઇટ ડ્રેસમાં જ અંદર થઇ ગયો લોક…

પત્નીને ‘વંદે ભારત’માં બેસાડવા ગયો હતો શખ્સ, પણ પછી જે થયુ તે જાણી લોકોની નથી રોકાઇ રહી હસી

પત્નીને સ્ટેશન છોડવા ગયો હતો પતિ, પણ પોતે જ ટ્રેનમાં થઇ ગયો લોક…દીકરીએ શેર કરી પોસ્ટ

ગુજરાતમાં એક વ્યક્તિ તેની પત્નીને સ્ટેશન પર ડ્રોપ કરવા ગયો પરંતુ તેમ કરવું તેના માટે રોમાંચ સમાન સાબિત થયું. આ વ્યક્તિ તેની પત્નીને વંદે ભારત ટ્રેનમાં બેસાડવા ગયો હતો. પરંતુ આખરે તેને પત્ની સાથે મુસાફરી કરવી પડી. કારણ કે ટ્રેનનો ઓટોમેચિક દરવાજો લોક થઇ જતા તે અંદર જ ફસાઇ ગયો હતો. આ કપલની દીકરી કોશાએ ટ્વિટર પર માતા-પિતાની આ સફર વિશે પોસ્ટ શેર કરી છે. કોશાએ તેના પિતા સાથેની ચેટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

તેણે લખ્યું- મારી માતા પહેલીવાર મારી પાસે આવવા માટે વડોદરાથી મુંબઈ મુસાફરી કરી રહી છે. તે મારી સાથે લાંબા સમય સુધી રહેવાની હતી તેથી તેની પાસે બે બેગ હતી. સ્વાભાવિક છે કે જેવી મારી માતા સ્ટેશન આવવા તૈયાર થઈ ત્યારે પિતાએ કાર નીકાળી અને મમ્મીને સ્ટેશન ડ્રોપ કરી. આ સાથે તેમણે મમ્મીનો સામાન પણ ગોઠવ્યો કારણ કે તે આરામથી બેસી શકે.

જો કે ઓટોમેટિક ગેટ બીપનો અવાજ તેમના ધ્યાને ના આવ્યો અને જેવી ટ્રેન ચાલુ થઈ કે દરવાજો બંધ થઈ ગયો અને પિતા અંદર જ લોક થઇ ગયા. તેમણે તરત જ ટીસીને દરવાજો ખોલવા વાત કરી પરંતુ ત્યાં સુધીમાં ટ્રેનની ઝડપ વધી ગઈ હતી. તેથી હવે મારા માતા અને પિતા બંને પ્રથમ વખત વંદે ભારત દ્વારા મુસાફરી કરી રહ્યા છે. માતા મુંબઈ સુધી આવશે અને પિતા આગામી સ્ટેશન સુરત પર ઉતરી જશે.

કોશાની આ પોસ્ટને મિલિયન્સમાં વ્યૂઝ મળ્યા છે. લોકો આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે તેમની સાથે પણ આવું થયું છે. પરંતુ સારી વાત એ છે કે શતાબ્દી કરતાં વંદે ભારતમાં સ્ટોપ વહેલા આવે છે. ઘણા યુઝર્સ એ પણ પૂછી રહ્યા છે કે શું તેમણે તેમની કાર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી છે ? કારણ કે આવી સ્થિતિમાં કાર પણ સુરક્ષિત નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!