આ એક્શન મેન સામે જૉન અને પ્રભાસ પણ પાણી ભરતા દેખાશે, જુઓ રિયલ લાઈફના એક્શન મેનને, કેવી રીતે આખી બાઈક ઉઠાવીને બસ ઉપર ચઢાવી દીધી

ફિલ્મોના શોખીનો લગભગ દરેક વ્યક્તિ હોય છે અને તેમાં પણ એક્શન ફિલ્મો જોવાનું તો કોને ના ગમે. બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં આપણે ઘણા બધા કલાકારોને એક્શન સીન કરતા જોયા હશે, જેમાં અભિનેતા આખી બાઈક ઊંચકી અને વિલનને મારતો હોય છે. પરંતુ એ વાત આપણે બધા જ જાણીએ છીએ કે તે હકીકતમાં બાઈક નથી ઉઠાવતા, પરંતુ તે કેમેરાની અને તકનીકની કરામત હોય છે. પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રિયલ લાઈફનો આવો એક્શન મેન જોવા મળી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક બસ ઉભી છે અને તેની ઉપર સામાન ચઢાવવા માટે એક સિડી મુકવામાં આવી છે. નીચે એક ભાઈ ઉભો છે અને તેના માથા ઉપર એક ભારે ભરખમ બાઈક મુકવામાં આવી છે. આ બાઇકને બસ ઉપર ચઢાવવાની છે. જેના બાદ આગળ જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિ બાઈક લઈને સીડી પર ચઢવા જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ એક હાથથી બાઈક પકડી છે અને બીજા હાથે તે સીડીને પકડીને ઉપર ચઢી રહ્યો છે. તે ધીમે ધીમે ખુબ જ કાળજીથી બાઇકને ઉપર ચઢાવી રહ્યો છે. બસની ઉપર પણ બે લોકો ઉભા છે, જેવો જ એ વ્યક્તિ સીડી ઉપર ચઢી જાય છે તે બંને લોકો બાઈક ઉઠાવી લે છે.

આ વીડિયોના વાયરલ થતા જ તે વ્યક્તિની મહેનત જોઈને લોકો હેરાન રહી ગયા છે. પરિવારનો પેટનો ખાડો પુરવા માટે વ્યક્તિ કાળી મજૂરી પણ કરી રહ્યો છે. આ વ્યક્તિના માથા પર બાઇક ઉપાડીને બસની છત પર બેસાડતો વીડિયો શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે લોકોને તેમની મહેનત એક સંઘર્ષ અને બીજાનો તમાશો લાગે છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને ભાવુક પણ થઇ રહ્યા છે.

Niraj Patel