રસ્તા ઉપર પાણી ભરાઈ જતા આ ભાઈને ચ્હધી એવી મશ્કરી કે રોડ ઉપર જઈને પાણીમાં સુઈ ગયો, લોકોએ કહ્યું ભાઈ, “આ માલદીવ નથી !” જુઓ વીડિયો

ચોમાસાનો વરસાદ શરૂ  થવાની સાથે જ લોકો સોશિયલ મીડિયામાં વરસાદને લઈને ઘણા બધા વીડિયો પોસ્ટ કરવા લાગ્યા છે, ઘણા લોકો વરસાદમાં ફરવાનો આનંદ માણતા હોય છે, તો ઘણા લોકો અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને કે પોતાના ઘર કે ગામમાંથી વરસાદના વીડિયો શેર કરતા હોય છે. ઘણા લોકો વરસાદમાં પાણી ભરાઈ જાય એવી જગ્યાના પણ વીડિયો શેર કરતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક ભાઈની મસ્તીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મુંબઈમાં સોમવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવા અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે મહાનગરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સંપૂર્ણપણે ડૂબી ગયેલા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તે વ્યક્તિ પાણી ભરાયેલા રસ્તા પર શાંતિથી સૂતો જોવા મળે છે, જ્યારે બસ અને કાર પસાર થઈ રહી છે અને તેના પર પાણીના છાંટા મારી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું કે ભાઈ આ માલદીવ નથી, મુંબઈ છે. તો ઘણા લોકો આ વ્યક્તિને આ રીતે પાણી ઉપર ના સુવાની સલાહ આપી રહ્યા છે, ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ રીતે સુવાના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel