લગ્ન કરીને ઘર વસાવવાનું સપનું ક્ષણવારમાં થઇ ગયું ચકનાચૂર, સુહાગરાતે દુલ્હનની એવી સચ્ચાઈ બહાર આવી કે બધાના હોંશ ઉડી ગયા

આજના સમયમાં ચોરી, લૂંટફાટના ઘણા કિસ્સાઓ સાંભળવા કે જોવા મળે છે, ખાસ કરીને લૂંટેરી દુલ્હનના. છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે, જેમાં લગ્ન બાદ લૂંટેરી દુલ્હન ઘરેણા, રોકડ રકમ લઈને ભાગી જતી હોય છે, એવો જ એક ચોંકાવનારો કિસ્સો બિહારના ગોપાલગંજમાંથી સામે આવ્યો છે. જ્યા યુવકનો આરોપ છે કે તેના લગ્ન દગાથી કિન્નર સાથે કરી દેવામાં આવ્યા છે.(અહીં આપેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મામલો ગોપાલગંજના બરૌલી થાના ક્ષેત્રના રૂપનછાપ ગામનો છે.અહીંના અરુણેશ કુમાર નામના વ્યક્તિના લગ્ન સિંધવલીયા ગામની રહેનારી રાની સાથે થયા હતા. મળેલી જાણકારીના આધારે યુવતીનો પરિવાર યુવકના ઘરે લગ્નની વાત લઈને ગયો હતો , જેના પછી પુરા વિધિ વિધાન સાથે બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા. સાત ફેરા લઈને દુલ્હન પતિના ઘરે પહોંચી અને તેનું ખુબ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

લગ્ન પછી સુહાગરાતે જ્યારે દુલ્હો પત્નીના રુમમાં પહોંચ્યો તો તેના તો હોંશ જ ઉડી ગયા. અરુણેશને જાણ થઇ કે તેની પત્ની કિન્નર છે અને તેના લગ્ન દગાથી કરાવી દેવામાં આવ્યા છે, સવાર થતા જ અરુણેશે સમગ્ર ઘટના પરિવારને જણાવી તો તેમના પણ હોંશ ઉડી ગયા અને પોલીસમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી.

અરુણેશના પરિવારે જ્યારે દુલ્હનના પરિવારને આ વાતની જાણ કરી તો તેઓ હથિયારની સાથે અરૂણેશના ઘરે આવ્યા અને લગ્નમાં મળેલા લાખો રૂપિયા અને અન્ય કિંમતી સામાન ઉઠાવીને નાસી છૂટ્યા હતા અને ધમકી પણ આપી કે જો તેઓ આ બાબતને આગળ વધારશે તો ખૈર નથી. એવામાં અરુણેશે આ મામલામાં સાત લોકોનું નામ જણાવતા મામલો દર્જ કરાવ્યો છે અને દગાથી લગ્ન કરાવવાના અને કિંમતી વસ્તુઓ લૂંટી લેવાની ફરિયાદ નોંધાવી છે.અરુણેશે કહ્યું કે તેને ન્યાય આપવામાં આવે કેમ કે તેની ભાવનાઓ સાથે રમવામાં આવ્યુ છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ખુબ ચર્ચા થઇ રહી છે, એવામાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Krishna Patel