પતિએ કરી પત્નીના પ્રેમીની હત્યા : માથા પર હથોડાથી કર્યા વાર, પછી લાશ સાથે કર્યુ એવું કે…જાણી રૂંવાડા ઊભા થઇ જશે

લફડાને લીધે મિત્રએ કરી મિત્રની જ હત્યા, માથા પર હથોડાથી કર્યા વાર, પછી લાશ સાથે કર્યુ એવું કે…જાણી રૂંવાડા ઊભા થઇ જશે

Mumbai husband kill wife’s lover : ગુજરાત સમેત દેશભરમાંથી હત્યાના ઘણા કિસ્સા સામે આવે છે. કેટલીકવાર અંગત અદાવત, કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર અવૈદ્ય સંબંધમાં પણ હત્યાના કિસ્સા બને છે. ત્યારે હાલમાં એક હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. મુંબઇના થાણેના ઘોડબંદરમાં 10 કિમી દૂર પાલીના જંગલમાં 38 વર્ષીય દિનેશ પ્રજાપતિનો મૃતદેહ મળ્યો હતો, જેની મુંબઈની સમતા નગર પોલીસ 4 દિવસથી શોધ કરી રહી હતી.

પોલીસને આ માહિતી બીજા કોઈએ નહીં પણ તેના 28 વર્ષીય મિત્ર સુરેશ કુમાવતે આપી હતી, જેની સાથે દિનેશે 1 જૂનની રાત્રે પાર્ટી કરી હતી. સુરેશે પોલીસને જણાવ્યું હતું કે તેણે દિનેશને હથોડીના ઘા મારીને હત્યા કરી હતી અને મૃતદેહને અન્ય મિત્રના સ્કૂટર પર જંગલમાં લઈ ગયો હતો અને ત્યાં 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પહેલા તો પોલીસને આરોપી સુરેશની વાત પર વિશ્વાસ ન થયો, પછી તેમણે તમામ માહિતીની ખરાઈ કરી.

File Pic

કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશન હેઠળના રાજેન્દ્ર નગર ખાતેના તેના ઘરથી લઈને કાશીમીરા પોલીસ સ્ટેશન હેઠળના ઘોડબંદર હાઈવે પર પાલીના જંગલ સુધીના CCTV ફૂટેજની તપાસ કરાઇ. કાશીમીરામાં પોલીસને એક ફૂટેજ મળી, જેમાં આરોપી સફેદ પ્લાસ્ટિકની મોટી થેલીમાં કંઈક લઈને સ્કૂટી પર ઘોડબંદર તરફ જઈ રહ્યો હતો. DCP ઝોન 12ના જણાવ્યા અનુસાર આ ફૂટેજ દ્વારા જ પોલીસ દિનેશ પ્રજાપતિના મૃતદેહ સુધી પહોંચી હતી.

File Pic

સિનિયર પીઆઈના નેતૃત્વમાં રચાયેલી ટીમ દિનેશની ગુમ અને હત્યા કેસની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિનેશ પ્રજાપતિ કાંદિવલી (ઇસ્ટ)ના પોઈસર સ્થિત કાજુપાડાનો રહેવાસી હતો અને પરિણીત હતો. તેની કપડાંની દુકાન છે. ઘર અને દુકાનમાં ક્યારેક સુરેશ CCTV લગાવવા આવ્યો હતો. તેની કેટલીક ચૂકવણી બાકી હતી. સુરેશ બોરીવલીના કસ્તુરબા પોલીસ સ્ટેશનની હદમાં પત્ની સાથે રહે છે. તે સીસીટીવીના ખરીદ-વેચાણ, રિપેરિંગ અને ઇન્સ્ટોલેશનના વ્યવસાયમાં છે.

File Pic

આ કામ દરમિયાન જ તેની દિનેશ સાથે મિત્રતા થઈ હતી. આરોપ છે કે તેની પત્ની સાથે દિનેશની નિકટતા વધવા લાગી, જેના વિશે સુરેશને પાડોશીઓ દ્વારા ખબર પડી. આ બાબતે ઘણો ઝઘડો થયો હતો પણ મામલો ઉકેલાયો નહિ. ત્યારે 1 જૂનના રોજ દિનેશ સુરેશના ઘરે આવ્યો હતો અને ત્યારથી દિનેશ ગુમ હતો. સુરેશે જ તેની પત્નીને દિનેશના ગુમ થવાની જાણ કરી હતી. ડઝનબંધ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા અને એકમાં સુરેશ તેના સ્કૂટર પર સફેદ પ્લાસ્ટિકની થેલી લઈને જતો દેખાયો હતો.

Shah Jina