વેલેન્ટાઇન ડે પર પતિએ કાપ્યુ પત્નીનું ગળુ, કાપેલ માથું લઇને રસ્તા પર ફરતો રહ્યો સનકી પતિ…

પશ્ચિમ બંગાળમાં હ્રદય ધ્રુજાવી દેનાર ઘટના : પત્નીનું કપાયેલુ માથુ લઇને ફર્યો શખ્સ, 3 વર્ષ પહેલા સિંહના વાડામાં પણ કૂદ્યો હતો

પત્નીનું માથુ કાપી હાથમાં લઇને ફરતો રહ્યો પતિ, વેલેન્ટાઇન્સ ડે પર બની હ્રદય ધ્રુજાવી દેનાર ઘટના

વેલેન્ટાઈન ડે પર જ્યારે કપલ્સ એકબીજા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા, બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડથી માંડીને પતિ-પત્ની સુધી બધા લોકો આ દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના ચિસ્તીપુરના પટાશપુર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી અને પછી તેનું માથું ધડથી અલગ કરી દીધું. એટલું જ નહિ હેવાનીની હદ તો ત્યારે પાર થઇ જ્યારે પતિ તેની પત્નીનું કપાયેલુ માથુ લઇને રસ્તા પર ફરવા લાગ્યો.

આ ઘટના જેણે પણ જોઇ તેના રૂંવાડા ઊભા થઇ ગયા. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક પહોંચી મહિલાનું માથું અને શરીર કબજે કર્યું, તેમજ આરોપી પતિની ધરપકડ કરી.પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ મેદિનીપુરના પટાશપુર વિસ્તારમાં ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ જ્યારે એક વ્યક્તિ હાથમાં કપાયેલું માથું લઈને રોડ પર ફરતો હતો. પોલિસ અનુસાર, હત્યાની ઘટના 14 ફેબ્રુઆરીએ બપોરે 12.45 વાગ્યે બની હતી.

આરોપીનું નામ ગૌતમ ગુચૈત છે. તે જિલ્લાના પતાશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિસ્તીપુર પુરબા ગામનો રહેવાસી છે. ઘરેલું ઝઘડાને કારણે તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હોવાનું સામે આવ્યુ છે. લગભગ એક કલાક સુધી તે માથું હાથમાં લઈને ફરતો રહ્યો હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આ કુકર્મ કેમ કર્યું ?

જો કે ગામના લોકોના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને બનાવના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જણાવી દઇએ કે, આરોપી ત્રણ વર્ષ પહેલા કોલકાતાના અલીપુર ચિડિયાઘરમાં સિંહના વાડામાં પણ કૂદી ગયો હતો. તે 14 ફૂટની દીવાલ પર ચઢી બે જાળીદાર વાડાને પાર કરી ગયો હતો અને આ દરમિયાન તે ઘાયલ પણ થયો હતો.

Shah Jina