વાયરલ

ભારે ભરખમ શરીર વાળો આ વ્યક્તિ ચઢ્યો સ્વિમિંગ પુલની ઊંચી રાઈડ ઉપરથી કૂદકો મારવા, અને પછી થયું એવું કે હવામાં ઉડવા લાગ્યો, જુઓ વીડિયો

સ્વિમિંગ પુલની અંદર નાહવાનું કોને ના ગમે, વોટર પાર્કની અંદર જોવા મળતી અલગ અલગ રાઇડમાં લોકો મન ભરીને મજા માણતા હોય છે, આપણા દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ સ્વિમિંગ પુલની રાઇડમાં મજા માણવાની લોકો ચુકતા નથી હોતા, ઇન્ટરનેટ ઉપર પણ સ્વિમિંગ પુલની મજાના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

ઘણી વખત કોઈ વ્યક્તિ આવા કેટલાક સ્ટંટ કરવા માટે ઉત્સુક હોય છે જે દેખાવમાં ખૂબ જ ખતરનાક હોય છે, ઘનીવાબર કેટલાક સ્ટન્ટ કરવા માટે મિત્રો પણ જોર કરતા હોય છે, પરંતુ એ વ્યક્તિ ભૂલી જાય છે કે મિત્રોની ચઢામણીમાં હાડકા તો તેના જ ભાગવાના છે. આવું જ કંઈક સ્વિમિંગ પૂલ પર એક વ્યક્તિ સાથે થયું. તેણે કૂદકો બહુ જોઈ વિચારીને માર્યો પણ પછી જે થયું તે લોકોની કલ્પના બહાર હતું.

આનો વીડિયો સામે આવ્યો છે.જોવા મળી રહ્યુ છે કે, પાર્ટી ચાલી રહી છે. આમાં ઘણા લોકો સ્વિમિંગ પૂલની આસપાસ મસ્તી કરતા જોવા મળે છે. એક માણસ ઉભો થાય છે અને દરેક જણ તેને ઉત્સાહિત કરે છે. તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. પછી તે તરત જ પાણી પર જમણી તરફ કૂદી પડે છે. પરંતુ પછી તેની સાથે એવું બને છે જે જોવા જેવું છે.

જેના બાદ આ વ્યક્તિ હવામાં જ ઉડે છે. તે એટલી ઝડપથી પાણીમાં પડી જાય છે કે બધા તેનો વીડિયો બનાવવા લાગે છે. ઇન્ટરનેટ ઉપર આ ઘટનાના બે એન્ગલના વીડિયો વાયરલ થયા છે, જેમાં તે વ્યક્તિ પાણીની નાદાર કૂદતો જોવા મળી રહ્યો છે, તે એવી રીતે કુદે છે જેને જોઈને લોકો પણ હસવા માટે મજબુર બની જાય છે.