ખબર

સહેજ પણ માનવતા ના દાખવી આ વ્યક્તિએ, જાણી જોઈને 22 લોકોમાં ફેલાવ્યો કોરોના

કોરોના સંક્રમણના કારણે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ત્યારે આ દરમિયાન દુનિયાભરમાંથી એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે જે જોઈને આપણી પણ આંખો ભીની થઇ જાય તો ઘણા કિસ્સાઓ જોઈને આપણે હેરાન પણ રહી જતા હોઈએ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ મહામારીના સમયમાં ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ઘણા લોકો પોતાની તો ઠીક પરંતુ પોતાના કારણે બીજા લોકોની જિંદગી પણ જોખમમાં મૂકે છે. આવો જ એક કિસ્સો સ્પેનમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 40 વર્ષીય વ્યક્તિને પોલીસે જાણી જોઈને 22 લોકોમાં સંક્ર્મણ ફેલાવવાના ગુન્હા હેઠળ ધરપકડ કરી છે.

સ્પેન પોલીસ દ્વારા જણકારી આપવામાં આવી છે કે મલોર્કા શહેરમાં શનિવારે આ 40 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે અને તેને જાણી જોઈને 22 લોકોમાં કોરોના ફેલાવ્યો છે. જેના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

યુરો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના લક્ષણો હોવા અને આરીટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ પણ આ વ્યક્તિ સામાન્ય જીવન જીવતો રહ્યો. તેની ઓફિસના સહકર્મીએ પોલીસને જણાવ્યું કે તે 40 ડિગ્રી સેલ્સિયસ તાવમાં પણ કામ કરવા જતો હતો.

પોલીસે જણાવ્યું કે તેને તેના વર્કપ્લેસ એટલે કે ઓફિસમાં જોરથી ઉધરસ ખાધી, તેના ચહેરાથી માસ્ક હટાવ્યું અને તેને લોકોને કહ્યું કે તે બધામાં કોરોના વાયરસ ફેલાવશે. પોલીસે જણાવ્યું કે તેને આઠ લોકોમાં પ્રત્યક્ષ રીતે કોરોના સંક્ર્મણ ફેલાવ્યું. જયારે બાકીના 14 લોકોમાં અપ્રત્યક્ષ રીતે કોરોના ફેલાવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર તેના દ્વારા જે લોકોને કોરોના થયો છે. તે તેની ઓફિસ અને જીમના લોકો છે. હેરાન કરવા વાળી વાત તો એ છે કે જે લોકોને આ વ્યક્તિથી કોરોના થયો છે, તેમાંથી ત્રણ બાળકો છે જેમની ઉંમર ફક્ત એક વર્ષ છે. તમને જણાવી દઈએ કે સ્પેનમાં પણ કોરોનાનો કહેર ખુબ જ વધી રહ્યો છે.