ખબર

ઇન્ટરવ્યૂ આપવા ટિકિટ વગર જ જઈ રહ્યો હતો, ટિકિટ ચેકરે પોતાના ખિસ્સા માંથી દંડ ભરી દીધો અને પછી

અમુક દિસવો પહેલાની વાત છે. બ્રજેશ નામનો એક યુવક ભોપાલથી ગ્વાલિયર શતાબ્દી એક્સપ્રેસ દ્વારા જઈ રહ્યો હતો. બ્રજેશની સામેની સીટ પર એક છોકરો બેઠેલો હતો, તે જ્યારથી ત્યાં બેઠો હતો ત્યારથી થોડો ચિંતિત દેખાઈ રહ્યો હતો.

Image Source

અમુક સમય પછી તે કોચમાં એક મહિલા ટિકિટ ચેકર આવી અને ઘણા સમય સુધી તે છોકરા સાથે વાત કરતી રહી. અચાનકથી વાતચીતનો અવાજ પણ જોર જોરથી આવવા લાગ્યો. મહિલા ટિકિટ ચેકર જોર જોરથી કહી રહી હતી કે આગળના સ્ટોપ પર પોલીસના હવાલે કરી દઈશ.

Image Source

આ બધી ઘટના બ્રજેશે પણ જોઈ અને તેને જાણવા મળ્યું કે તે છોકરો ટિકિટ વગર જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. છોકરાએ કહ્યું કે તે એક ઇન્ટરવ્યૂ માટે ગ્વાલિયર જઈ રહ્યો છે અને તેનું ત્યાં સમયસર પહોંચવું ખુબ જ જરૂરી છે. ઘરના લોકોએ પૈસા ટ્રાન્સફર કરી નાખ્યા છે પણ હજી સુધી તેના એકાઉન્ટમાં મળ્યા નથી.

Image Source

જો મહિલા ટિકિટ ચેકર છોકરાને ટ્રેનમાંથી ઉતાર્યા વગર જ જવા દે તો પણ તેને 3200 રૂપિયાનો દંડ તો આવવાનો જ હતો, જે તેની પાસે ન હતા.

Image Source

એટલામાં જ ત્યાં અન્ય એક ટિકિટ ચેકર આવી ગયા જે મહિલા ટિકિટ ચેકરની સાથે જ હતા. તેણે આ આખી ઘટના સાંભળી અને પછી પોતાના જ ખિસ્સામાંથી પૈસા કાઢીને છોકરાના હાથમાં સોંપી દીધા અને કહ્યું કે દંડ ભરી દે.

Image Source

છોકરો પોતાની સીટ પર ઉભા રહીને ટિકિટ ચેકરનો આભાર માનવા લાગ્યો. એવામાં કોઈએ ટિકિટ ચેકરને પૂછ્યું કે તેનો શું ભરોસો કે તમારા પૈસા પાછા મળી જ જશે? તો જવાબમાં તેમણે કહ્યું કે,”મને કોઈ ફર્ક નથી પડતો. મેં એવું વિચારીને મદદ કરી કે તેની જગ્યા પર આપણું પોતાનું જ કોઈ હોત તો પણ આપણે આટલો વિચાર કરતા!”

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.