સુરતમાં પરણિત યુવાને પત્નીને લીધે ટૂંકાવ્યુ જીવન, સુસાઇડ નોટમાં લખ્યુ- તને જોવા માટે તડપું છું…

‘I LOVE YOU મારી અંકિતા, સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવકે કરી લીધી આત્મહત્યા, સુસાઈડ નોટ વાંચીને તમારી આંખોમાંથી આંશુ ટપકી જશે

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા અનેકવાર સામે આવે છે, જેમાં ઘણીવાર એવું બને છે કે કોઇ આર્થિક તંગીને કારણે તો કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ ઘરકંકાસમાં કે પછી કેટલીક પરણિતાએ દહેજ કે પછી સાસરિયાના અત્યાચારને કારણે આપઘાત જેવું પગલુ ભરી લેતી હોય છે. ઘણીવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ આપઘાતનું કારણ બને છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે,

જેમાં દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર 25 વર્ષિય યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધુ હોવાનું સામે આવ્યુ છે. આ આપઘાતનું કારણ પત્ની રિસાઇ પિયર જતી રહી હોવાનું સામે આવ્યુ છે. પત્ની રિસામણે જતા પતિ માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેણે આને કારણે સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો. સુસાઇડ નોટમાં તેણે લખ્યુ હતુ કે, તે જીવવા નથી માંગતો, તેની ભૂલના કારણે તેણે પત્નીને ગુમાવી છે અને તે તેને જોવા માટે તડપી રહ્યો છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ડિંડોલીમાં રહેતા 25 વર્ષિય આકાશ પટેલના પ્રેમ લગ્ન દોઢેક વર્ષ પહેલા અંકિતા સાથે થયા હતા. જો કે, લગ્ન બાદ બંને વચ્ચે બોલાચાલી થતા પત્ની રિસાઇ પિયર ચાલી ગઇ હતી અને અહેવાલ અનુસાર તે છૂટાછેડાની માગણી પણ કરી રહી હતી, જેને કારણે આકાશ માનસિક તણાવમાં આવી ગયો હતો અને તેણે ઘરમાં પત્નીના પ્રિય શર્ટ વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ.

ઘટનાની જાણ થતા જ પોલિસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકના પિતા અનુસાર, આકાશના અંકિતા સાથે લગ્ન થયા હતા અને બંને સારી રીતે રહેતા પણ હતા. પરંતુ એક દિવસ બંને વચ્ચે કોઇ વાતે બોલાચાલી થઇ અને તેને કારણે અંકિતા પિયર થઇ રહી. આકાશ તેને મનાવવા પિયર ગયો પરંતુ ત્યાં તેની સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી, જેને કારણે તે પાછો આવી ગયો.

જે બાદ તેણે હતાશ થઇને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી. તેણે સુસાઇડ નોટમાં લખ્યુ- અંકિતા આઈ મિસ યું, હું તને પ્રેમ કરું છું અને તને સીધે સીધું નથી કહી શકતો. મારી હાલત આજે ખૂબ ખરાબ છે. તને જોવા માટે હું તડપુ છું અને મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલના કારણે જ મેં તને ગુમાવી છે અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે, તારા મા બાપને ખુશ રાખજે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

Shah Jina