ખબર

હોર્ન વગાડ્યો ને બોલાચાલી થઇ, ઇસ્માઇલે યુવકને દસ્તાના ઘા ઝીકી ઝીકીને મારી નાખ્યો- ધ્રુજાવનારો કિસ્સો આવ્યો સામે

Rajkot youth injured in-murderous attack : ગુજરાતમાંથી (Gujarat) ઘણીવાર હત્યાના અથવા તો જાનલેવા હુમલાના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો હતો, જેમાં રાજકોટ કોઠારિયા રોડ પરના મધુવન પાર્કમાં રહેતા અને 50 ફૂટ રોડ પર પટેલ વોટર સેલ્સ નામે મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવતા પરાગ ગોંડલિયા પર દસ્તાથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટના બાદ તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા અને તે બાદ સારવાર દરમિયાન તેમનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.

39 વર્ષિય પરાગ ગોંડલિયાએ આગળ જઇ રહેલા શખ્સને બાઇક સાઇડમાં હંકારવાનું કહેતાં તેની સાથે ઝઘડો થયો હતો અને લાકડીથી માર માર્યા બાદ રસ્તા પર ખાંડણી-દસ્તા વેંચાતાં હોઇ તેમાંથી એક ફૂટનો લોખંડનો દસ્તો ઉપાડી પરાગના માથા અને આંખની ઉપરના ભાગે બે ત્રણ ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘાયલ થયેલ પરાગભાઇને હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે પહેલા તો ભક્તિનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

પરંતુ સારવાર દરમિયાન મિનરલ વોટરના ધંધાર્થી પરાગભાઇએ હોસ્પિટલમાં દમ તોડી દેતા મામલો હત્યામાં પલટાયો હતો. પરાગભાઇના પિતાએ આ મામલે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓ પરિવાર સાથે રહે છે અને તેમને સંતાનમાં એક દિકરો પરાગ હતો. પરાગભાઇ પરણિત છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી પણ છે. તેઓ 5 એપ્રિલના રોજ જ્યારે બપોરે પ્લાન્ટથી ઘરે જમવા આવ્યા ત્યારે એક બહેન ઘરે આવ્યા અને કહ્યું હતું કે તમારા દિકરા પરાગ સાથે કોઇ ઝઘડો કરે છે.

તે બાદ તેઓ તરત બહાર દોડ્યા અને આ દરમિયાન ઇસ્માઇલ કુરેશી તેમના દિકરા સાથે ઝઘડો કરતો જોવા મળ્યો અને તેમણે બંનેને છોડાવ્યા બાદ પણ ઇસ્માઇલે ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, એટલેથી ના અટકતા ઇસ્માઇલે બાજુમાં આવેલી ગાદલાવાળાની દૂકાનેથી લાકડી લઇ પરાગને માર્યો અને તે બાદ રોડ પર ખાંડણી દસ્તા વેંચવાવાળા એક બહેન બેઠા હતા અને તેણે ત્યાંથી એકાદ ફુટનો દસ્તો ઉપાડી કહ્યુ કે, આજે તો તને પતાવી જ દેવો છે.

આ પછી તેણે પરાગના માથા-જમણી આંખ ઉપરના ભાગે બે-ત્રણ દસ્તાના ઘા ફટકાર્યા. આ બાદ પરાગ લોહીલુહાણ થઇ પડી ગયો અને તેને તરત રિક્ષા મારફતે હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો. જો કે, ગંભીર રીતે ઘાયલ પરાગભાઈએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો અને આ મામલો હત્યામાં પલટયો હતો. મૃતકના પિતાની ફરિયાદ બાદ પોલિસે ઇસ્માઇલ કુરેશી વિરૂદ્ધ આઇપીસી 307, 504, 135 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.