આ વ્યક્તિએ ‘પાણીના રાજા’એવા મગર સાથે કર્યુ એવું કામ કે જોઈને તમારા રૂવાળા પણ ઉભા થઇ જશે,જુઓ ખતરનાક વીડિયો

વ્યક્તિએ મગરમચ્છને લગાડ્યો ગળે પછી કર્યું એવું કામ કે જોઈને દંગ રહી જશો, જુઓ વાયરલ વીડિયો

આજના સમયમાં સોશિયલ મીડિયા પર અવનવા ઘણા વિડીયો જોવા મળી જાય છે. જેમાના અમુક ફની, પ્રેરણાત્મક કે હેરાન કરી દેનારા પણ હોય છે. અને અમુક તો એવા અતરંગી હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. તમે પણ માણસનો પ્રાણી પ્રત્યે પ્રેમ ચોક્કસ જોયો હશે, પણ જો તમને એવું જાણવા માટે એક વ્યક્તિને મગરમચ્છ પ્રત્યે પ્રેમ છે તો એ જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. આવો જ એક વીડિયો તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ તમારું માથું પકડી લેશો.

જેમ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે તેવી જ રીતે મગરમચ્છને પણ પાણીનો રાજા કહેવામાં આવે છે. અને આ ખૂંખાર મગરની નજીક જવાની કોઈ હિંમત પણ ન કરી શકે પણ આ વયરલ વિડીયોમાં એક વ્યક્તિ મગરને ગળે લગાડતો દેખાઈ રહ્યો છે જેને જોઈને ડરથી તમારા રૂવાળા પણ ઉભા થઇ જશે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મગરમચ્છના અખાડામાં અનેક મગરો છે, અને તેમાંના એકને આ વ્યક્તિ ગળે લગાડે છે અને મગર પણ તેને નુકસાન પહોંચાડયા વગર તેના ખોળામાં બેસી જાય છે.

એ ખતરનાક વિડીયો gatorboys_chris  નામના એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી પણ વધારે લોકોએ જોયો છે અને જેણે પણ આ વીડિયો જોયો છે તેઓ દંગ રહી ગયા છે અને પોતાની પ્રતિક્રિયાઓ કમેન્ટ બોક્સમાં આપી રહ્યા છે.જણાવી દઈએ કે ક્રિસ નામનો આ વિદેશી વ્યક્તિ અનાથ મગરમચ્છની દેખભાળ કરે છે, જેને લીધે તેની મગરો સાથે ગાઢ મિત્રતા થઇ ગઈ છે જેથી મગર પણ ક્રિસને કોઈ જ નુકસાન પહોંચાડતા નથી.

Krishna Patel