દીપડાનું પૂંછડું અને પગ પકડીને તેને ઘસેડવા લાગ્યો આ માણસ, IFS ઓફિસરે વીડિયો શેર કરીને કહી આ મોટી વાત, જુઓ

ઇન્ટરનેટ ઉપર મૂંગા પ્રાણીઓને પ્રતાડિત કરવાના ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે, જેમાં ઘણા લોકો પ્રાણીઓને બેરહેમીથી માર પણ મારતા જોવા મળે છે. આવા વીડિયોને જોઈને કોઈનું પણ દિલ હચમચી જાય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ દીપડાનો પગ અને પૂંછડી પકડીને ઘસેડતો જોવા મળે છે.

વાયરલ થતો આ વીડિયો સાબિત કરે છે કે મનુષ્યમાં બિલકુલ માણસાઈ રહી નથી. વીડિયોમાં એક વ્યક્તિ દીપડાને તેની પૂંછડીથી ખેંચી રહ્યો છે. વાયરલ ક્લિપમાં એક માણસ દીપડાને તેની પૂંછડી અને તેના પાછળના પગમાંથી પકડેલો જોવા મળે છે. પ્રાણી તેની ચુંગાલમાંથી પોતાને છોડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ ફાયદો થતો નથી. જ્યારે માણસ દીપડાને પકડવાનું ચાલુ રાખે છે, ત્યારે ઉભેલા લોકો દૂરથી મોબાઈલમાં આ કૃત્યને ફિલ્માવતા જોઈ શકાય છે.

વીડિયોના લખાણ મુજબ દીપડાનું પછીથી મોત થયું હતું. આ વીડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી પ્રવીણ કંસવાએ ટ્વિટર પર શેર કર્યો છે. IFS અધિકારીએ વીડિયોને કેપ્શન આપ્યું, ‘ઓળખ કરો કે આ વીડિયોમાં પ્રાણી કોણ છે!’. ઘટના ક્યારે અને ક્યાં બની તે જાણી શકાયું નથી. પ્રવીણ કંસવાએ આ કૃત્યને વખોડી કાઢ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જંગલી પ્રાણીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ. તેણે લખ્યું, ‘આ વન્યજીવ મિત્રોને સંભાળવાની કે સારવાર કરવાની રીત નથી. તેઓ પણ જીવિત પ્રાણી છે. સાવચેત રહો.’

યુવકના આ ધૃણાસ્પદ વર્તનથી લોકો રોષે ભરાયા હતા. ગુસ્સે થયેલા યુઝરે લખ્યું, ‘જે લોકો જાનવરને હેરાન કરી રહ્યા છે, તેમને જેલમાં જવું જોઈએ.’ ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, ‘હે ભગવાન, આ ખૂબ જ દુઃખદ દ્રશ્ય છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં વ્યક્તિ બીજાના ભલા માટે મદદનો હાથ લંબાવે છે, પછી તે માનવ હોય કે પ્રાણી.

Niraj Patel