પાછળથી આવી રહી હતી ટ્રેન, પણ ટ્રેક પર ઉભા રહીને યુવકને ચઢ્યું સેલ્ફી લેવાનું ભૂત, મિત્રએ કહ્યું “આઘો ખસ..” તો પણ ના ખસ્યો અને પછી… જુઓ વીડિયો

સેલ્ફીના ચક્કરમાં મોત સાથે બાથ ભીડી, ટ્રેનનો હોર્ન વાગતો રહ્યો, મિત્ર દૂર રહેવાનું કહેવા લાગ્યો છતાં ના માન્યો યુવક અને પછી આવ્યો ભયાનક અંજામ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

man hit by train while taking selfie : આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયા (social media) માં વાયરલ (viral) થવાનું ઘેલું લાગ્યું છે અને તેના માટે થઈને લોકો અલગ અલગ પ્રકારના નુસખા પણ અપનાવતા હોય છે. ઘણા લોકો વાયરલ થવાના ચક્કરમાં એવા જોખમ પણ ખેડી લેતા હોય છે જેના કારણે તે ઘણીવાર અકસ્માતનો શિકાર પણ બનતા હોય છે અને ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે.

આવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે જેમાં કેટલાક લોકો સેલ્ફી લેવા કે રીલ બનાવવાના ચક્કરમાં અકસ્માતનો શિકાર બની જતા હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક ટ્રેક પર ઉભો રહીને પાછળથી આવી રહેલી ટ્રેનની એકદમ નજીકથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.

વાયરલ વીડિયોમાં યુવક સેલ્ફી કેમેરાથી વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે. તેને ખ્યાલ નથી કે તે ટ્રેકની કેટલી નજીક ઉભો છે. એટલામાં જ ટ્રેન આવે છે અને તે એન્જિન સાથે જોરથી અથડાય છે. ટક્કરની અસર એટલી જોરદાર હતી કે યુવક કેટલાય ફૂટ દૂર નીચે પડી ગયો. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના જાન્યુઆરી 2018માં તેલંગાણામાં બની હતી. યુવક વારંગલનો રહેવાસી હતો અને તેનું નામ ટી શિવા છે.

ટ્રેનની ટક્કર બાદ યુવકના શરીરના અનેક હાડકા તૂટી ગયા હતા, સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. આરપીએફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુવક વ્યવસાયે જીમ ટ્રેનર હતો. સેલ્ફી વીડિયો દરમિયાન યુવકના મિત્રો પણ તેની સાથે હતા. ટ્રેન આવતી જોઈને તેના મિત્રોએ તેને ચેતવણી આપી પણ તેણે સાંભળ્યું નહીં. તે જ સમયે, ટ્રેનના ડ્રાઈવરે પણ તેને હોર્ન વગાડીને એક બાજુ ખસી જવાનો ઈશારો કર્યો. આ ઘટના અંગે આરપીએફએ તેની સામે કેસ નોંધ્યો હતો અને દંડ ફટકાર્યો હતો.

Niraj Patel