અજબગજબ

એક વ્યક્તિએ એવી જગ્યાએ છુપાવ્યું 30 લાખનું સોનુ કે જોઈને દંગ રહી ગયા ઓફિસર- જાણો વિગત

કોઈપણ કિંમતી વસ્તુની તસ્કરી(દાણચોરી) માટે લોકો ન જાણે અવનવા ઉપાયો કરતા હોય છે. કોઈ પોતાના બૂટમાં છુપાવી લે છે, તો કોઈ બીજા સામાનની તસ્કરીમાં પોતાનો કિંમતી સમાન છુપાવીને લઈ જવાની કોશિશ કરતા હોય છે. એવી જ એક ઘટના દિલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવામાં આવી છે.

Image Source 

નવી દિલ્લી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા એક એવા શંકાશીલ વ્યક્તિને પકડવામાં આવ્યો, જેણે બ્રા માં સોનુ છુપાવી રાખ્યું હતું. તેની પાસેથી ચાર સોનાના તાર અને 6 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા.

Image Source

ઘટના આગળની 22 સપ્ટેમ્બરના રોજ બનેલી છે. એવામાં એરપોર્ટ અધિકારીઓને સૂચના મળી કે એક વ્યક્તિ માસ્કોથી ફ્લાઇટ નંબર SU-232 માં યાત્રા કરી રહ્યો છે અને દિલ્લી એરપોર્ટ પર ઉતરશે, તેનો હાવ-ભાવ થોડો શંકાશીલ હશે.

Image Source

એવામાં જેવો જ આ વ્યક્તિ દિલ્લી એરપોર્ટ પર આવ્યો કે તેની તલાશી લેવામાં આવી પછી જે થયું તે એકદમ ચોંકાવનારું હતું. યુવકની પાસેથી લેડીઝ બૈગ અને બ્રા મળી આવી હતી, અને તેની ચેકીંગ કરવામાં આવી.

Image Source

જાંચના દરમિયાન બ્રા ની અંદરથી સોનાના ચાર તાર જપ્ત કરવામાં આવ્યા હતા. અને લેડિઝ બૈગની અંદરથી 6 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા હતા.

Image Source

એરપોર્ટ અધિકારીઓએ સેક્શન 110 કસ્ટમ એક્ટ 1962 ના આધારે બધું જ સોનુ જપ્ત કર્યું છે. સોનાનું કુલ વજન 794 ગ્રામ જણાવામાં આવ્યું છે. આ સોનાની કુલ કિંમત બજારામાં 30 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.