એક હાથે પકડી જીવતા સાપની પૂંછડી અને બીજા હાથે પકડ્યું મોઢું, અને પછી આ વ્યક્તિ દોરડાની જેમ લઈને કૂદવા લાગ્યો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણી એવી હેરાન કરનારી ઘટનાઓ જોવા મળે છે જે જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. ઘણા લોકો પ્રાણીઓ સાથે પણ અત્યાચાર કરતા હોય છે તેના વીડિયો પણ વાયરલ થતા લોકોનો ગુસ્સો ફૂટી નીકળે છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોને જોયા પછી તમારો આત્મા પણ ચોક્કસ કંપી ઉઠશે. આ વીડિયોમાં એક યુવક સાપનું દોરડું બનાવીને કૂદતો જોવા મળી રહ્યો છે. વીડિયો મહારાષ્ટ્રનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોને જોઈ તમારું લોહી ઉકળી ઉઠશે કે કેવી રીતે કોઈ વ્યક્તિ સાપને દોરડું બનાવીને કૂદી શકે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક એક હાથે જીવતા સાપનું મોં પકડ્યું છે અને બીજા હાથથી તેની પૂંછડી પકડી છે. જેના બાદ તે દોરડું બનાવીને કૂદવાનું શરૂ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ઘણી વખત સાપ પરથી દોરડું કૂદી રહ્યો છે. આ દરમિયાન તે ખૂબ જ મસ્તીથી હસી રહ્યો છે. ક્યારેક તેના પગ નીચે સાપ પણ આવી જાય છે. આના કારણે સાપને ઈજા થવાની પણ શક્યતા છે.

આમ છતાં યુવકને સાપ પર દયા નથી આવતી અને દોરડું કૂદવાનું ચાલુ રાખે છે. ઘણા લોકો યુવકનો વીડિયો બનાવી રહ્યા છે અને હસતા સંભળાઈ રહ્યા છે. મીડિયા રોપોર્ટ અનુસાર વીડિયો મુંબઈને અડીને આવેલા પાલઘરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ યુવક પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સાપનું દોરડું બનાવીને કૂદનાર યુવક સર્પમિત્ર છે. જો કે, તેની ક્રિયાઓ જોઈને તેને બિલકુલ અવગણી શકાય નહીં. ઘણા લોકો યુવકની આકરી ટીકા કરી રહ્યા છે. સાથે જ અનેક લોકો યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ યુવકની શોધ ચાલુ છે.

Niraj Patel