મગરનો કોસ્ચ્યુમ પહેરીને આ માણસ પહોંચ્યો અસલી મગર સામે, પછી કરી એવી હરકત કે ડરી ગયો અસલી મગર અને કૂદ્યો પાણીમાં.. જુઓ વીડિયો

તળાવ કિનારે હતા અઢળક મગર.. ત્યારે જ આ ભાઈ મગરનો કોસ્ચ્યુમ પહેરીને આવ્યો અને એવું કર્યું કે પાણીનો રાજા પણ ઉભી પુછડીએ ભાગ્યો.. જુઓ વીડિયો

મગરને પાણીનો રાજા કહેવામાં આવે છે અને મગરને જોઈને કોઈને પણ ડર ચોક્કસ લાગવાનો, જો પાણીમાં મગર હોય તો કોઈ નજીક પણ જવાની હિંમત નથી કરતું, માણસો તો દૂર પ્રાણીઓ પણ મગરની નજીક જતા પહેલા સો વાર વિચાર કરતા હોય છે. પરંતુ હાલ એક એવો વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે કે એ કરવા માટે પણ ખુબ જ હિંમત જોઈએ.

થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સુતેલા મગરની પાસે જઈને એક માણસ મગરનો કોસ્ચ્યુમ પહેરીને તેને હાથ ફેરવી રહ્યો હતો. ત્યારે હવે આજ વિડિયોનો એક બીજો ભાગ પણ સામે આવ્યો છે, જેમાં આ રીતે કોસ્ચ્યુમ પહેરીને આ વ્યક્તિ મગર સાથે એવી હરકત કરે છે કે મગરને પણ ભાગવું પડે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ મગરનો ગેટઅપ કરે છે અને ડર્યા વગર પાણીના રાજાની સામે ઉભો રહે છે. વીડિયોમાં તમે જોશો કે ડુપ્લિકેટની સામે એક અસલી ભયાનક મગરનું જડબું પહોળું થઇ ગયું છે. તેને જોઈને એવું લાગે છે કે મગરમચ્છના ગેટઅપમાં રહેલા વ્યક્તિને જીવતો ગળી જશે. પરંતુ વીડિયોમાં આગળ શું થયું તે જોઈને તમે પણ હસવા લાગશો.

 

View this post on Instagram

 

A post shared by JOHNNYLAALᵀᴹ[900K] (@johnnylaal)

વીડિયોમાં મગરની આવી હાલત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે, જેના પર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલ થઈ જશે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ મગરની હવા ટાઈટ કરી નાખી છે, જેને જોઈને અસલી મગર ઉભી પુછડીએ ભાગવા માટે મજબૂર થઈ ગયો હતો. લોકો હવે સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel