છેલ્લા બોલ પર CSKની જીત જોઇ હોંશ ખોઇ બેઠો આ ફેન, દરવાજા તોડ જશ્નનો વીડિયો થયો વાયરલ

IPLના ફાઇનલમાં CSKની જીત બાદ ક્રેઝી ફેને અજીબોગરીબ રીતે કર્યુ સેલિબ્રેટ, લોકો બોલ્યા- “આ કયો ભાઇરસ છે?”

Man after CSK won : ભારતમાં ક્રિકેટ એક રમત નહિ પણ ઇમોશન છે. IPLના પૂરા સિઝન દરમિયાન ક્રિકેટ પ્રેમીઓની દીવાનગી માથા પર ચઢીને બોલે છે. ત્યાં હવે IPL ફાઇનલ મેચની વાત આવે તો ઘણા સસ્પેંસથી ગુજરવું પડે છે. ગયા રવિવારે થનાર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચ વરસાદને કારણે ટળી હતી, પણ આખરે સોમવારે આ મેચ રમાઇ અને ચેન્નાઇ સુપર કિંગ્સે મેચ જીતી IPL 2023નું ટાઇટલ પોતાના નામે કર્યુ.

આ જીત બાદ CSK અને ધોનીના ફેન્સની ખુશી ચરમસીમા પર હતી. હાલમાં CSKના એક ફેનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ ફેન CSKની જીત બાદ અજીબોગરીબ રીતે જશ્ન મનાવતો જોઇ શકાય છે. આ વીડિયો કોઇ હોસ્ટેલનો હોય તેમ લાગી રહ્યુ છે,

જેમાં ટેબલ પર બેસી કેટલાક છોકરાઓ મેચ જોઇ રહ્યા છે અને CSKની ટીમ છેલ્લા બોલે જેવી જીતે છે તેવા જ આ છોકરાઓમાંનો એક છોકરો જોર જોરથી બૂમો પાડવા લાગે છે અને એક છોકરો તો દરવાજા તોડ સેલિબ્રેશન કરે છે. તે વસ્તુઓને તોડતો અને ગળુ ફાડી બૂમો પાડતો જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે- છોકરીઓ : છોકરાઓમાં કોઇ ઇમોશન નથી હોતા.

એકદમ ઇમોશનલેસ હોય છે આ લોકો, આ વચ્ચે છોકરાઓ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો ભરપૂર કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યુ- ભાઇનું વાઇબ્રેશન મોડ ઓન થઇ ગયુ. બીજાએ લખ્યુ- આ કઇ કેટેગરીનું ઇમોશન છે બાબા. એક અન્યએ લખ્યુ- આ કયો ભાઇરસ છે, જે પૂરા હોસ્ટેલમાં ફેલાઇ ગયો.

Shah Jina