વરસતા વરસાદમાં વહેતા પાણીની અંદર તણાઈ ગયો આ વૃદ્ધ વ્યક્તિ, પછી સ્થાનિક લોકોએ જે કર્યું તે જોઈને તમે પણ કહેશો કે “માનવતા હજુ જીવે છે !”, જુઓ વીડિયો

આ વર્ષે આખા દેશની અંદર ધોધમાર વરસાદ વરસ્યો, ગુજરાતમાં પણ હાલ વરસાદ ઠેર ઠેર વરસી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે, ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે અને આવી સ્થિતિમાં અકસ્માતની ઘણી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવ્યા છે, ત્યારે હાલ વરસાદની ગટરમાં વહેતા પાણીની અંદર તણાઈ જતા એક વૃદ્ધનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તમે વીડિયોની શરૂઆતમાં જોઈ શકો છો કે એક વૃદ્ધને વચ્ચેના રસ્તા પર કોઈએ સ્કૂટી પરથી નીચે પાડી દીધો અને તે ત્યાંથી નીકળી ગયો. વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને વૃદ્ધ પાણીમાં પગ મુકતા જ આગળ આવ્યા ત્યારે તેમની સાથે ખરાબ ઘટના બની હતી. તે તેમના પગ સંભાળી શક્યા નહિ અને પછી રોડની બાજુના ગટરમાં પગ લપસી જતા તે પડી ગયા.

વૃધ્ધનો પગ ગટરમાં લપસતાની સાથે જ તે વરસાદના વહેતા પાણીમાં ગટરની અંદર સંપૂર્ણ રીતે ઘુસી ગયો અને આગળ વહી ગયો. થોડીવાર માટે વૃદ્ધ વ્યક્તિ ગાયબ થઈ ગયો અને આસપાસના લોકો તરત જ તેની તરફ દોડ્યા અને જોવા લાગ્યા કે વૃદ્ધ ક્યાં ગયો છે. જ્યાં વૃદ્ધનો પગ લપસ્યો ત્યાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા, કેટલાક લોકો ગટરની જમણી બાજુ જોવા લાગ્યા અને કેટલાક લોકો ડાબી બાજુ જોવા લાગ્યા.

વૃદ્ધ માણસ ક્યાંય દેખાતો ન હતો. થોડીવાર પછી એક વ્યક્તિએ વહેણ તરફ ગટરમાં હાથ નાખ્યો કે તરત જ તેને એક વૃદ્ધ વ્યક્તિની હાજરીનો અહેસાસ થયો અને તેનો હાથ પકડીને બહાર કાઢ્યો. જોકે, વૃદ્ધને બહાર કાઢતાં જ તે બેભાન અવસ્થામાં હતો. લોકો તેના મોઢામાંથી પાણી કાઢવાની કોશિશ કરવા લાગ્યા. આ વીડિયો કોચ_મંજુનાથ_કિકબોક્સર નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના ક્યાંની છે અને ક્યારની છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ. પરંતુ લોકો સ્થાનિક લોકોનો આભાર માની રહ્યા છે.

Niraj Patel