અજબગજબ ખબર

ગયા જન્મનો પ્રેમ કહીને આ વ્યક્તિએ નાગણ સાથે જ કરી લીધા લગ્ન, પ્રેમ કહાણી સોશિયલ મીડિયામાં થઇ વાયરલ

મનુષ્ય અને પ્રાણીઓનો વર્ષોથી એક અલગ જ સંબંધ હોય છે. જેના કારણે ઘણા લોકો પશુ પક્ષીઓને પાળતા પણ હોય છે. ઘણા લોકોને આપણે સાપ પણ પાળતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ સાપ સાથે લગ્ન કરી લીધી હોય? કેટલીક એવી જ ખબરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નાગણ સાથે લગ્ન કરનાર વ્યક્તિ તેને પોતાના ગયા જન્મના અધૂરા પ્રેમની કહાણી જણાવી રહ્યો છે.

Image Source

તમને જાણીને એ વાતની પણ નવાઈ લાગશે કે આ વ્યક્તિએ જે સાપ સાથે લગ્ન કર્યા છે તે દુનિયાના સૌથી ઝેરી સાપની પ્રજાતીઓમાંથી એક છે. આ વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તેની પ્રેમિકાનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ તે નાગણના રૂપમાં પાછી આવી ગઈ છે.

Image Source

આ સમગ્ર મામલો થાઈલૅન્ડનો છે. નાગણ સાથે લગ્ન કરનાર આ વ્યક્તિએ કહ્યું કે તે તેની પ્રેમિકાને ખુબ જ પ્રેમ કરતો હતો. તે વ્યક્તિના જણાવ્યા પ્રમાણે: “લોકો કંઈપણ કહે કે સમજે, પરંતુ તે તેની પ્રેમિકાને નહિ છોડે.”

Image Source

આ યુવકની પ્રેમિકાનું મૃત્યુ 5 વર્ષ પહેલા થયું હતું. પાંચ વર્ષ પછી તેને આ નાગણ મળી અને તેને 10 ફૂટ લાંબી આ ઝેરીલી નાગણ સાથે લગ્ન કરી લીધા.આશ્ચર્યની વાત તો એ છે કે તે નાગણને તેની પત્નીની જેમ જ ઘરમાં રાખે છે.

Image Source

તે યુવક આ નાગણને એટલો પ્રેમ કરે છે કે તે તેની સાથે જ સુઈ પણ જાય છે. તે નાગણ સાથે જમવાનું જમે છે અને રોમાન્સ પણ કરે છે. તે એમ જ માની રહ્યો છે કે તેની પ્રેમિકા મૃત્યુ બાદ તેની સાથે નાગણ બનીને રહેવા આવી છે.

Image Source

એટલુંજ નહિ હેરાનીની વાતતો એ પણ છે કે તે વ્યક્તિ નાગણ સાથે પીકનીક મનાવવા પણ જાય છે. નાગણ પણ તે યુવક સાથે ખુબ જ પ્રેમથી રહે છે. તે યુવકને કોઈપણ રીતે નુકશાન નથી પહોચાવતી. તે વ્યક્તિના એક મિત્રએ જ આ અનોખા કપલની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.