અજબગજબ

15 મહિના પછી આ ભાઈને પાણીમાં ખોવાયેલો iPhone મળ્યો અને પછી જે થયું એ જબ્બર વાયરલ થયું

હાલના દિવસોમાં યુટ્યુબ પર એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયો લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ વીડિયોને જોયા પછી લોકો હેરાની પણ વ્યક્ત કરી રહ્યા છે.

Image Source

વાત કંઈક એવી છે કે દક્ષિણી કૈરાલિનાની એડિસ્ટો નદીમાં બૈનેટ નામના વ્યક્તિ તરવા માટે ગયા હતા, આ દરમિયાન તેણે પણીની અંદર પણ તરવાની મજા માણી હતી.

Image Source

આ જ સમયે તેને પાણીમાંથી આઈફોન મળી આવ્યો હતો. 15 મહિનાથી પાણીમાં ખોવાયેલો આ આઈફોન હજી પણ એકદમ સારી રીતે કામ કરી રહ્યો હતો. ફોન વોટરપ્રુફ કવરમાં હતો જેને લીધે ફોનની અંદર પાણી ગયું ન હતું.

Image Source

જણાવી દઈએ કે બૈનેટના યુટ્યુબ ચેનલ પર 7.4 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ છે. 12 વર્ષની ઉંમરથી જ બૈનેટ પાણીમાં તૈરાકી કરી રહ્યા છે. બૈનેટને જે પણ વસ્તુ તરવાના સમયે મળે છે તેનો વિડીયો બનાવીને તે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરે છે.

Image Source

એવામાં આ વખતે તેને આ આઈફોન મળી આવ્યો, એવામાં પાણીની બહાર આવીને તેણે ફોનને ચાર્જ કર્યો તો તે હેરાન જ રહી ગયો હતો કેમ કે ફોન હજી સુધી એકદમ સારી રીતે કામ કરી રહ્યો હતો.

Image Source

એવામાં બૈનેટે આ ઘટનાનો વિડીયો બનાવીને પણ પોતાની ચેનલ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફોન મળ્યા પછી બૈનેટ ફોનના સલી માલિક એરિકા સુધી પહોંચાડી દે છે.

Image Source

એરિકા પણ ફોનને જોઈને હેરાન રહી જાય છે કે પાણીમાં 15 મહિના સુધી રહેવા છતાં પણ તે કામ કરી રહ્યો હતો. ફોનને ખોવા પર એરિકાને એ અફસોસ હતો કે તેણે તેના દિવંગત પિતાના છેલ્લા સંદેશને ગુમાવી દીધો છે, પણ ફોન મળવા પર એરિકા ખુબ જ ખુશ થઇ ગઇ હતી.

જુવો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.