“શનિવાર છે ને આબુ જવું છે.. જવા દો ને બાપા ! આવું શું કરો છો.. જવા દો ને” પછી જુઓ શું થયું આ વાયરલ વીડિયોમાં

કપિરાજે આબુ જઈ રહેલા આ ગુજરાતીને રોકી લીધો, પછી તેને કરી એવી વિનંતી કે વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ કપિરાજે શું કર્યું ?

ગુજરાતીઓ માટે દીવ, દમણ અને આબુ કોઈ તીર્થધામ કરતા જરા પણ ઓછા નથી. આખા વર્ષ દરમિયાન ઘણા લોકો આ ત્રણ જગ્યાઓએ ફરવા જવાનો આનંદ માણતા હોય છે, ત્યારે હાલ શિયાળાના સમયમાં પણ ઘણા લોકો આબુ પર ફરવા જતા હોય છે, કારણે અત્યારે આબુનો માહોલ ખુબ જ રોમાન્ટિક હોય છે.

ઘણા લોકો ફરવા માટે આ જગ્યા પર જાત હોય છે ત્યારે ત્યાંના વીડિયો પણ બનાવતા હોય છે, ત્યારે હાલ એક ભાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ભાઈ પોતાની કાર લઈને આબુ જઈ રહ્યો છે અને ત્યારે જ રસ્તામાં કપિરાજ તેની કારને રોકી લે છે જેના બાદ આ ભાઈ કપિરાજને જે કહે છે તે ખરેખર લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરે છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભાઈ તેની કાર લઈને ઉભો છે અને તેની કારની આગળ જ બે કપિરાજ આવીને બેસી જાય છે. જેને જોઈને તે ભાઈ કહે છે, “બાપા, આજે શનિવાર છે અને આબુ જવાનું મોડું થાય છે, જવા દો ને..આવું શું કરો છો.. જવા દોને.. આબુ જવું છે આબુ..”

 

View this post on Instagram

 

A post shared by Koli Aju RZ (@koli__aju__rz)

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને 2 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે, આ ઉપરાંત આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 82 હજાર કરતા પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે, સાથે જ ઘણા લોકો  કોમેન્ટમાં પોતાના અલગ અલગ પ્રતિભાવ આપતા પણ જોવા મળ્યા.

Niraj Patel