મેડિકલ સ્ટોરમાં દવાઓ ખરીદવા માટે ગયો આ વ્યક્તિ, બિલ જોઈને ખિસ્સામાં હાથ નાખ્યા તો પૈસા પડ્યા ઓછા.. પછી…? જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા એવા લોકોમાંથી એક છે જેઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રેરણાદાયી પોસ્ટ્સ વડે ચાહકો અને દુનિયાને જોડે છે. તો તેમના સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ઘટનાઓના વીડિયો શેર કરતા રહે છે, તેમના દ્વારા શેર કરવામાં આવતા વીડિયો જોનારાને પણ ખુબ જ પસંદ આવે છે. હાલમાં જ તેમણે ટ્વિટર પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરીને તેમણે લખ્યું, ‘આ છે આપણું ભારત’.

આ વીડિયોમાં એક વ્યક્તિ બતાવવામાં આવી છે, જેની પાસે દવા ખરીદવાના પૈસા નથી અને આસપાસના લોકો અને બાદમાં દુકાનદાર પોતે તે વ્યક્તિને મદદ કરે છે. વીડિયોની શરૂઆત 10,500 રૂપિયાના બિલથી થાય છે. દવા ખરીદવા આવેલા વ્યક્તિ ખૂબ જ પરેશાન દેખાય છે. તે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે છે અને એક્ઝિક્યુટિવને આપે છે. આ પૈસા બિલ માટે પૂરતા નથી, તેથી તે હાથ જોડીને તેની સોનાની વીંટી પણ ત્યાં મૂકે છે.

આમાં ત્યાંનો એક નાનો બાળક 50 રૂપિયાની મદદ કરે છે. બાળકને જોઈને અન્ય લોકો પણ તે વ્યક્તિને મદદ કરવા આગળ આવે છે. દુકાનમાં હાજર એક્ઝિક્યુટિવ પણ તેમની તરફથી થોડી મદદ કરે છે, પરંતુ આટલું બધું કર્યા પછી પણ માત્ર 9500 રૂપિયા જ જમા કરાવી શકાય છે. અંતે દુકાનદાર પોતે ત્યાં આવે છે અને 10,500નું બિલ કાપીને 9,500 બનાવીને તે વ્યક્તિને સોનાની વીંટી પરત કરે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોના પણ દિલ જીતી રહ્યો છે, આ વીડિયોની અંદર માનવતાના ઉમદા દર્શન થતા જોવા મળે છે, અને ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ જણાવી રહ્યા છે કે આપણા દ્વારા કરવામાં આવેલી કોઈની નાની અમથી મદદ પણ કોઈનું જીવન બચાવી શકે છે.

Niraj Patel