અફેરની અજીબ દાસ્તાં, પોતાના પિતાના કાકા નીકળ્યો દીકરો, ગર્લફ્રેન્ડ સાથે હતા દાદાના સંબંધ

આશિક મિજાજ નિકળ્યા દાદા, પૌત્રની પ્રેમિકા સાથે ઉડાવતો હતો ગુલછર્રે, ફોન જોયું તો હોંશ ઉડી ગયા- જાણો વિગત

પરિવાર અને સંબંધ લોકોને બાંધવાનું કામ કરે છે પરંતુ ઘણીવાર એવા સંબંધ જે લોકોના જીવનમાં હચમચાવી દેનાર હોય છે. આવું જ કંઇક ટિકટોક યુઝર સાથે થયુ છે. આ વ્યક્તિએ તેના વીડિયોના માધ્યમથી જણાવ્યુ કે, તેના દાદા અને તેની ગર્લફ્રેન્ડને કેવી રીતે તેને દગો આપ્યો. આ ઘટના યુનાઇટેડ કિંગડમની છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ધ સનના રીપોર્ટ અનુસાર, એક ટિકટોક યુઝર સ્ટોક્સે જણાવ્યુ કે, આ સમયે તે સદમામાં છે. તેને ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડનું બાળક તેનું નથી. તે તેના દાદાનુ છે. આ હિસાબે તે જેને તેનો દીકરો સમજી રહ્યો હતો  તે તો સંબંધમાં તેના કાકા નીકળ્યા. ટિકટોક યુઝર આનાથી ઘણો પરેશાન છે.

યુઝરે તેનો વીડિયો પોસ્ટ કરી કેપ્શન લખ્યુ છે કે, તે વિશ્વાસ નથી કરી શકતો કે આવું છે, જો કે, તેના દાદાજીનો આ કરતૂતનો લાંબો ઇતિહાસ રહ્યો છે. વીડિયો પોસ્ટ થતા જ સોશિયલ મીડિયા પર સનસની મચી ગઇ અને મોટી સંખ્યામાં લોકો પૌત્રના સમર્થનમાં ઊભા થયા છે.

એક યુઝરે કહ્યુ કે, આ વાત સાંભળીને ઘણુ દુખ થયુ. હવે બધુ અંધારા જેવુ લાગી રહ્યુ છે. પોતાના માટે સમય નીકાળો, તુ આ ડિઝર્વ કરતો ન હતો, પરંતુ તારા માટે બીજુ કંઇ બનેલુ છે. સોશિયલ મીડિયા પર લોકો પૌત્રના સમર્થનમાં ઉતર્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તેને પૂછવામાં આવ્યુ કે તેને આ કેવી રીતે ખબર પડી  તો તેણે વીડિયો પોસ્ટ કરી જણાવ્યુ કે, તેની ગર્લફ્રેન્ડ જયારે શાવર લેવા બાથરૂમમાં ગઇ તો ફોન ચેક કર્યા બાદ કેટલીક તસવીરો તેના દાદાજી સાથે જોવા મળી.

Shah Jina