ખબર

માણસ પર લાઈવ વીજળી પડી અને થયો ચમત્કાર? CCTV માં કેદ થયો વિડીયો

વિદેશમાં એક શખ્શ સાથે અજીબોગરીબ ઘટના ઘટી છે, જેને જોઈને હર કોઈ હેરાન થઇ ગયા છે. કહેવામાં આવે છે કે વરસાદ પડતો હોય ત્યારે બહાર ના જવું જોઈએ, વીજળી પડવાની સંભાવના રહે છે. પ્રકૃતિની આ ઘટનાએ એક શખ્સે સામનો કર્યો હતો.

Image Source

આ સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ થતા વાયરલ થયો છે.

અમેરિકાના સાઉથ કૈરોલિનમાં સ્કૂલમાં કાઉન્સેલર તરીકે ફર્ક બજાવતા રોમુલસ મેક્લીન નામના યુવાને ફેસબુક પર ખુદનો વિડીયો શેર કર્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય હે કે, તે વરસાદમાં છત્રી લઈને જતો હોય છે. તેની પાસેથી જ વીજળી પસાર થતા હાથમાંથી છત્રી છૂટી ગઈ હતી. આ વિડીયોમાં વીજળીની ચમક સાફ જોવા મળી રહી છે.

આ સમયે ત્યાં કોઈ હાજર ના હતું.પરંતુ તે આગળ વધતા જ અચાનક જ વીજળી પડી હતી. છત્રી સાથે ટકરાતા તે હેરાન થઇ ગયો હતો. આ વિડીયો તેને ફેસબુકમાં શેર કર્યો હતો. આ ઘટના બાદ તે છત્રી ઉઠાવીને ભંગી ગયો હતો.

Image Source

લોકો તેની તારીફ કરી રહ્યા છે. તેના વીડિયોને અત્યાર સુધીમાં અઢી લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. 500 થી વધુ શેર અને 500થી વધારે કમેન્ટ મળી ચુકી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks