ખબર

પાકિસ્તાનમાં અનોખી ગિફ્ટ, દુલ્હાને ગિફ્ટમાં આપી AK-47, લોકો બોલ્યા ગરીબ દેશના અમીર..

સામાન્ય રીતે લગ્નમાં વર-વધુને ગિફ્ટ આપતા હોય છે. પાકિસ્તાનમાં એક લગ્ન સમારોહમાં દુલ્હેને એક એવી ગિફ્ટ આપી જે હાલ સોશિયલ થઇ રહી છે. આ લગ્નમાં એક મહિલાએ દુલ્હાને એકે 47રાઇફલ ગિફ્ટમાં આપી હતી. દુલ્હેને રાઇફલ ગિફ્ટમાં આપી રહેલી આ મહિલાનો વિડીયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ મહિલા પહેલા દુલ્હાની નજીક જાય છે. બાદમાં ગળે લગાડે છે. આ બાદ આ શખ્સને આ મહિલા એકે 47 આપે છે. આ મહિલા આ રાઇફલ દુલ્હાને ગિફ્ટ આપે છે. દુલ્હો ઉભો થઈને આ ગિફ્ટ લે છે. વીડિયોમાં આસપાસના લોકોની અવાજ સાંભળવા મળે છે. આ બધા લોકો ગિફ્ટ જોઈને જશ્ન મનાવે છે. એકે 47 સાથે મહિલા અને દુલ્હાની તસ્વીર પણ ખેંચવામાં આવે છે.

આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે, “ઉપહારો અને ખુશહાલી… આપણા પાડોશની માનસિકતા, જેણે આપણી ચારે બાજુ ઘણું લોહી વહેડાવ્યું છે.” દુલ્હાને રાઇફલ ગિફ્ટ આપવી તે અસામન્ય છે. ઘણા લગ્નમાં બંદૂકથી ફાયરિંગ કરવામાં આવે છે. ઘણી વાર આ ફાયરિંગની ઘટનાઓ સામે આવી ચુકી છે.