પોતાના લાડકવાયાને વિદેશ કમાવવા મોકલતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો.. વિદેશમાં ફસાયેલા યુવકે કહ્યું, “અડધો રોટલો ખાજો પણ વિદેશ ના જતા…” જુઓ

વિદેશમાં ફસાયેલા ગીર સોમનાથના બે યુવાનની થઇ વતન વાપસી, ખોલ્યો યાતનાનો પટારો, વગર પૈસાએ કરાવ્યું, ટાર્ગેટ ના પૂરો થવા પર ઝાડ સાથે બાંધીને… જુઓ દર્દ ભરી દાસ્તાન

આપણા દેશમાં ઘણા લોકો વિદેશમાં કમાવવા અને ભણવા માટે જતા હોય છે. ત્યારે વિદેશમાંથી છાસવારે ભારતીયો પર હુમલા થવાની, તેમની હત્યા કરી દેવાની. તેમની સાથે લૂંટ થવાની અને તેમનું શોષણ કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણા લોકો વિદેશ જવાની ઘેલછામાં ફ્રોડ એજન્ટ સાથે ફસાઈ જાય છે અને પછી માનવ તસ્કરીનો પણ ભોગ બની જતા હોય છે.

હાલ એનો તાજો મામલો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે. જ્યાંના બે યુવાનો વિદેશમાં નોકરીની લાલચમાં ફસાઈ ગયો અને એજન્ટના હાથે માનવ તસ્કરીનો ભોગ બન્યો. પરંતુ હાલ તેમને બચાવી લેવામાં આવ્યો છે અને તેમની વતન વાપસી પણ થઇ ગઈ છે. અહીંયા આવીને યુવાને જે કાળી હકીકત જણાવી છે તે કોઈના પણ રૂંવાડા ઉભા કરી દે તેવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકામાં આવેલા પીપળવા ગામનો રહેવાસી નીરવ બામરોટીયા ત્રણ મહિના પહેલા અમદાવાદના એક એજન્ટ દ્વારા દુબઇ જોબ કરવા માટે ગયો હતો. ત્યાંથી તેને થાઈલેન્ડમાં જોબ કરવાની છે એમ કહીને એરપોર્ટ લઇ જઈને સીધો જ મ્યાનમાર પહોંચાડી દીધો હતો.

નીરવ સાથે મ્યાનમારમાં અન્ય 8 જેટલા યુવક યુવીતો પણ હતા. આત્મામ મ્યાનમારમાં માનવતસ્કરીનો ભોગ બન્યા હતા. જેમની પાસે ત્યાં વગર પૈસાએ કામ કરાવવામાં આવતું હતું. નિરવે તેને એજન્ટનો પણ સંપર્ક કર્યો અને વતન પરત ફરવા માટેની જાણ કરી ત્યારે એજન્ટ પણ તેમની સાથે મળી ગયો હોવાના કારણે નીરવ પાસેથી 5 જ મિનિટમાં ફોન પણ લઇ લેવામાં આવ્યો અને તેને યાતનાઓ આપવામાં આવી હતી.

જેના બાદ નીરવે કોઈ અન્ય વ્યક્તિના ફોન દ્વારા તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. પિતાએ તાબડતોબ પોલીસની મદદ લીધી અને પોલીસ દ્વારા ભારતીય ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જાણ કરી મ્યાનમાર ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદ દ્વારા નીરવ અને તેની સાથે રહેલા અન્ય 7 લોકોને સહી સલામત છોડાવી લેવામાં આવ્યા હતા.

નીરવ સાથે કિશન વાળા નામનો યુવાન પણ હતો. તેને પણ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે ટાર્ગેટ ના પૂરો થવા પર ત્યાં તેમને પાઇપથી માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપવામાં આવતું નહોતું. આ બંને યુવનો સારા પગારની લાલચે વિદેશ ગયા હતા. પરંતુ તેમની સાથે જે બન્યું એ જાણીને સૌ કોઈ હેરાન રહી ગયા.

Niraj Patel