મેરિડ ગર્લફ્રેન્ડને મળવા પહોંચેલ યુવકે યુવતિને ગળે મળી કરી કિસ પછી બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કર્યો આપઘાત, વીડિયો વાયરલ

પરણિત પ્રેમિકાને ગળે મળ્યા બાદ કિસ કરી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદ્યો છોકરો, જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી આર્થિક સ્થિત નબળી કારણ હોય છે. ત્યારે હાલમાં રાજસ્થાનના ભરતપુરમાં એક યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પરણિત પ્રેમિકાને મળવા પહોંચેલ પ્રેમીએ મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો. આ ઘટના બુધનારના રોજની જણાવવામાં આવી રહી છે.

આત્મહત્યાની આ પૂરી ઘટના હોસપિટલમાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઇ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગયો. જાણકારી અનુસાર, ઇકરન નિવાસી 22 વર્ષિય ચંદ્રપાલને પાડોશમાં રહેનારી પરણિત મહિલા સાથે પ્રેમ હતો. બંનેનું અફેર ચાલી રહ્યુ હતુ. આ વચ્ચે બીમારીને કારણે મહિલા સારવાર માટે દાખલ થઇ હતી. ત્યાં તે હોસ્પિટલમાં પાંચમાં માળે સ્થિત મેડિકલ વોર્ડમાં દાખલ હતી.

ચંદ્રપાલ મહિલાને મળવા ત્યાં પહોંચ્યો અને તે સમયે મહિલાનું કોઇ પરિજન હતુ નહિ. તેણે મહિલાને બોલાવી અને પછી તેને ગળે મળી કિસ કરી, થોડી વાતચીત પણ કરી, પછી તે ત્યાંથી જવા લાગ્યો. જતા સમયે મહિલાને તેણે ફ્લાઇંગ કિસ પણ આપી અને પછી તે છઠ્ઠા માળ તરફ આગળ વધ્યો. અહીં એકવાર ફરી તેણે મહિલાને ફ્લાઇંગ કિસ આપી અને બાય કરી બિલ્ડિંગથી છલાંગ લગાવી દીધી. બિલ્ડિંગ પરથી પડતા જ ચંદ્રપાલનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયુ.

જે બાદ ત્યાં હાજર હોસ્પિટલ કર્મીઓએ તરત પોલિસને આની સૂચના આપી અને પોલિસે લાશને કબ્જે કરી પીએમ માટે મોકલી આપી. પહેલા તો બધાને લાગ્યુ કે કદાચ તે ભૂલથી પડી ગયો હશે, પણ પોલિસે સીસીટીવી ફુટેજ ચેક કર્યા તો તેમના હોંશ ઉડી ગયા. પોલિસે મહિલા સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યુ કે, ચંદ્રપાલ અને તે મહિલા બંને અપના ઘર નામના આશ્રમમાં સાથે કામ કરતા હતા.

પણ આશ્રમના લોકોને જ્યારે બંનેના અફેર વિશે જાણ થઇ તો તેમને કામ પરથી નીકાળી દીધી. તે બાદ પણ બંનેનું અફેર ચાલતુ રહ્યુ. હાલ તો પોલિસ આત્મહત્યાના કારણોની તપાસ કરી રહી છે.

Shah Jina