ખબર

41 વર્ષ સુધી ચાલ્યો 20 રૂપિયાની ચોરીનો કેસ, અંતે આવ્યો ચુકાદો – વાંચો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય જરૂર થશે. વાત એમ છે કે ગ્વાલિયરમાં 20 રૂપિયાની ચોરીનો એક કેસ 41 વર્ષ ચાલ્યો અને હવે લોક અદાલતની પહેલ પર આ કેસ પૂરો થયો છે.

Image Source

આ કેસ વર્ષ 1978નો છે. એ સમયે માધોગંજ ક્ષેત્રમાં બસની ટિકિટ માટેની લાઈનમાં ઉભા રહેવા દરમ્યાન ઇસ્માઇલ ખાને બાબુલાલના ખિસ્સામાંથી 20 રૂપિયા કાઢી લીધા હતા. આ મુદ્દે બાબુલાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ ચાલાન ન્યાયાલયમાં પેશ કરવામાં આવ્યો. આ કેસ ન્યાયાલયમાં બાકી જ રહ્યો.

ન્યાયિક મેજીસ્ટ્રેટને ત્યાં સુનાવણી ચાલી અને ઇસ્માઇલે કોર્ટમાં આવવાનું બંધ કરી દીધું. જયારે એ કોર્ટમાં ન આવ્યો તો વર્ષ 2004માં કોર્ટે ઈસ્માઈલની ધરપકડનું વોરંટ જારી કર્યું. પોલીસે 15 વર્ષ પછી ઇસ્માઇલ ખાનને શોધી કાઢ્યો અને એને જેલ મોકલી દીધો. તેને 4 મહિના સુધી જેલમાં પણ રહેવું પડ્યું.

Image Source

ન્યાયિક અધિકારી અનુસાર, ‘આ કેસ શનિવારે લોક અદાલતમાં પહોંચ્યો, જ્યા પ્રથમ શ્રેણી ન્યાયિક મેજિસ્ટ્રેટ અનિલ કુમાર નામદેવની સલાહ પર આ કેસને ખતમ કરી દેવામાં આવ્યો. કોર્ટે બાબુલાલને કહ્યું, કેસ 41 વર્ષ જૂનો છે. આરોપી પણ 4 મહિના જેલમાં રહી ચુક્યો છે. આ કેસને ચલાવવાનો કોઈ મતલબ નથી.’

સુનાવણી દરમ્યાન 64 વર્ષીય ફરિયાદી બાબુલાલે કહ્યું, ‘સાહેબ હું આરોપીને નથી જાણતો. આટલા વર્ષો વીતી ગયા, હવે આ કેસ ખતમ કરી દો.’ આ બાદ ફરિયાદીની સંમતિ સાથે આ કેસ ખતમ કરી દેવામાં આવ્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks