અજબગજબ

વાહ રે નસીબ – 6 કરોડની લોટરી જીતીને ખેતર ખરીદ્યું, એને ખોદયું તો ખજાનો મળી ગયો- વાંચો સ્ટોરી

કોઈએ સાચું જ કહ્યું છે કે જયારે ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આવું જ કઈંક થયું કેરલના એક વ્યક્તિ સાથે કે પહેલા લોટરી લાગી અને એ લોટરીથી જમીન ખરીદી તો જમીનમાંથી 100 વર્ષ જુના સિક્કાઓ મળી આવ્યા.

Image Source

વાત એમ છે કે ગયા વર્ષે ક્રિસ્મસ લોટરીમાં કેરલના 66 વર્ષીય બી. રત્નાકરણ પિલ્લઈને 6 કરોડ રૂપિયાનું જેકપોટ લાગ્યું. આ જેકપોટના રૂપિયાથી તેમને તિરૂવનંતપુરમથી કેટલાક કિલોમીટર દૂર કિલિમનૂરમાં જમીન ખરીદી. તેમને સાબુદાણાની ખેતી માટે ખેતર ખેડતા સમયે ભૂતપૂર્વ ત્રાવણકોર રાજ્યના લગભગ 100 વર્ષ જુના 2,595 સિક્કાઓથી ભરેલું માટીનું માટલું મળ્યું. મંગળવારના રોજ તેઓ ખેતર ખેડતા હતા જે સમયે તેમને આ ખજાનો મળી આવ્યો.

Image Source

ખેતરમાં મળેલા ખજાનાના આ સિક્કાઓનું વજન લગભગ 20 કિલો 400 ગ્રામ છે. આ બધા જ સિક્કાઓ તાંબાના છે, જે ત્રાવણકોર સામ્રાજ્યના છે. જો કે હાલ એની કિંમત જાણવા મળી નથી. એના પર કાટ લાગી ગયો છે અને તેને સાફ કરવા માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. તેના સાફ થયા પછી જ એક્સપર્ટ એની કિંમત જણાવી શકશે.

Image Source

જમીનના જે ભાગમાંથી આ ખજાનો મળી આવ્યો છે એ એક જુના કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલી છે, જેને થિરૂપલકદલ શ્રી કૃષ્ણ સ્વામી ક્ષેઠ્રામના નામથી ઓળખવામાં આવે છે. આટલા વર્ષો મૈની નીચે દબાયેલા હોવા છતાં બધા જ સિક્કાઓની ઓળખ ત્રવણકોરના બે મહારાજાઓના શાસનકાળથી કરવામાં આવી છે.

Image Source

કહેવાય રહ્યું છે કે આ સિક્કાઓ ત્રાવણકોરના બે મહારાજાઓના શાસનકાળ દરમ્યાન ચાલતા હતા, એમાં પહેલા હતા મૂલમ થિરુનલ રામ વર્મા, તેમની શાસનકાળ 1885થી 1924 સુધી રહ્યું અને બીજા રાજા ચિથિરા થિરુનલ બાલા રામ વર્મા હતા, જે ત્રાવણકોરના અંતિમ શાસક હતા અને તેમને 1924થી 1949 સુધી શાસન કર્યું.