દુનિયામાં ઘણી એવી ખુબ જ કિંમતી વસ્તુઓ ખોદકામ દરમિયાન મળી આવતી હોય છે. હાલમાં જ એક યુવકને એવો અનોખો પથ્થર ખોદકામ દરમિયાન મળ્યો જેને વેચીને તેને 14.7 કરોડ રૂપિયા કમાઈ લીધા. પરંતુ આનાથી પણ મોટી વાત તો એ છે કે થોડા સમય પહેલા જ તેને આવો જ એક પથ્થર મળ્યો હતો જેને તેને 23.5 કરોડ રૂપિયામાં વેચ્યો હતો.

બે વાર આવા કિંમતી પથ્થરને કરોડોમાં વેચવા વાળા યુવકનું નામ છે સૈનિનિઉ લૈજેર. તે તાન્ઝાનિયાનો રહેવાસી છે અને ત્યાં જ ખાણમાં કામ કરતા તને આ પથ્થર મળ્યા છે. તાન્ઝાનિયા પૂર્વી આફ્રિકી દેશ છે જે કેન્યા અને ઝીમ્બાબ્વેની પાસે સ્થિત છે. આ વ્યક્તિની ઉમર 52 વર્ષની છે અને તે 30 બાળકોનો પિતા છે.

આ વ્યક્તિને મળેલા Tanzanite પથ્થરનું વજન 6.3 કિલો હતું. સોમવારના રોજ તેને એક ખાસ સમારંભમાં આ પથ્થરને 14.7 કરોડ રૂપિયામાં વેચી દીધો. આ સમારંભને જોવા માટે હજારો લોકો આવ્યા હતા.

સૈનિનિઉની ચાર પત્નીઓ છે અને તેને 30 બાળકો છે. પથ્થર વેચીને મોટી રકમ કમાવ્યા બાદ તેને કહ્યું કે તે પોતાના થોડા પૈસાથી એક સ્કૂલ અને શોપિંગ મોલ બનાવશે. જો કે તેને એમ પણ કહ્યું છે કે આટલા પૈસા કમાવવા છતાં પણ તેના જીવવાની રીત નહીં બદલાય અને તે પહેલાની જેમાં જ 2000 ગાયોની દેખરેખ કરશે.

તાન્ઝાનિયાના ખાણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે કે સૈનિનિઉને ખુબ જ કિંમતી પથ્થર મળ્યા છે. Tanzanite પથ્થરને અપવાદ રૂપે મળવા વાળા Gemstone કહેવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.