મધ્યપ્રદેશમાં પત્નીએ એવું શરમજનક કામ કર્યું કે પતિએ પત્નીને પટકી-પટકીને મારી, પત્નીને ખભા પર બેસાડીને કાઢ્યું ગામમાં સરઘસ, કપડા ફાડીને માર્યો ઢોરમાર

મધ્યપ્રદેશના દેવાસમાં ખુબ જ સનસની ભરેલો મામલો સામે આવ્યો છે, જેને જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠશે. ઘટના દેવાસ જિલ્લાના પુંજાપુરાના બોરપડાવ ગામની છે. એક મહિલા લગભગ એકાદ અઠવાડિયા પહેલા ગાયબ થઇ ગઈ હતી અને તેના પતિ અને પરિવારના લોકોએ તેની ઘણી શોધખોળ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે પતિને જાણકારી મળી કે તે ગામના જ પોતાના પ્રેમીના ઘરે છે. જેના બાદ પતિએ પ્રેમીના ઘરે જઈને પત્નીને ઢોરમાર માર્યો હતો અને તેને ખભા પર બેસાડીને સરઘસ કાઢ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પતિને જયારે જાણ થઇ કે તે તેના બોયફ્રેન્ડના ઘરે છે તો તે પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચ્યો હતો, ત્યારે મહિલા પેટીમાં છુપાઈ ગઈ હતી. આરોપીઓએ તેને બહાર કાઢી અને વાળ ખેંચી, જમીન પર પટકી પટકીને ઢોર માર માર્યો હતો. મહિલાને ગામમાં લાવીને કલાકો સુધી તેની સાથે અમાનવીય હરકત કરવામાં આવી હતી.

મહિલાના ગળામાં ચપ્પલનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. જેના બાદ માર ખાઈને અધમુવી બનેલી મહિલાને કદાવર પતિને ખભા પર બેસાડીને આખા ગામમાં સરઘર કાઢવાં માટે મજબુર પણ કરવામાં આવી હતી.તેના ચહેરા પર ઉદાસી, દુઃખ, પીડા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ગામના તમામ લોકો ત્યાં જ હાજર રહીને સમગ્ર તમાશો જોઈ રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા, પણ કોઈ પણ આ મહિલાની મદદ માટે આગળ આવ્યું ન હતું.

આ દરમિયાન મહિલાના કપડા પણ ફાડવામાં આવ્યા હતા. મહિલાએ મદદ માટે ગામના લોકો પાસે ખુબ આજીજી કરી પણ કોઈ તેની મદદ કરવા તૈયાર ન હતું. સૌથી શરમની વાત અહીં એ પણ છે કે મહિલા સાથે થઇ રહેલા આ અત્યાચારમાં ગામની મહિલાઓ પણ જોડાઈ હતી. મહિલા સાથે થઈ રહેલા આ અત્યાચારને લોકો ખુબ મોજથી જોઈ રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા.

એવામાં વિડીયો સામે આવતા પોલીસે આરોપી મુકેશ, ચિતારામ, રાહુલ, નાનુંરામ,ગબ્બર, બાલુ, ભોળિયા, ધર્મેન્દ્ર, કરન અને છોટુ સહિત 23 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને 11ને નામાકીંત કરાયા છે. અત્યાર સુધીમાં પોલીસે આ મામલામાં 8 આરપીઓની ધરપકડ પણ કરી લીધી છે. ઘટના બાદ પોલીસે મહિલાને પોતાના માં-બાપના ઘરે મોકલી દીધી છે, મહિલાની ઉંમર 30 વર્ષની છે અને માત્ર 15 વર્ષની ઉંમરે તેના લગ્ન થઇ ગયા હતા. તેના બે બાળકો પણ છે. જણાવવામાં આવ્યું કે અમુક દિવસો પહેલા ગામના લોકોએ મહિલાને તેના પ્રેમી સાથે જોઈ લીધી હતી જેના બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા તે ઘર છોડીને ચોરીછૂપે પોતાના પ્રેમીના ઘરે ચાલી ગઈ હતી.

Krishna Patel