“રામ રાખે એને કોણ ચાખે ?” એ કહેવત આ બાઈક સવાર ઉપર સાર્થક થઇ, ટ્રકની નીચે કચડાઈ જ જવાનો હતો ત્યાં જ… જુઓ વીડિયો

રોડ ઉપર અકસ્માત  થવાની ઘણી ઘટનાઓ બનતી હોય છે. ઘણી ઘટનાઓના વીડિયો પણ અકસ્માત સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ જતા હોય છે અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિનો જીવ માંડ માંડ બચતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયો મલેશિયાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ચોંકાવનારા વીડિયોમાં મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિ રોડ અકસ્માત બાદ ટ્રક સાથે અથડાતા બચી ગયો હતો. Dashcam ફૂટેજ એક વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવી હતી, જે તે સમયે કારમાં હતો અને તેણે અકસ્માત થતો જોયો હતો.

મલેશિયાના આ વીડિયોમાં આ વ્યક્તિ ટ્રક દ્વારા કચડાઈ જવાથી માંડ બચ્યો હતો. આ માર્ગ અકસ્માત વરસાદ દરમિયાન થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મોટરસાઈકલ ચાલક લપસણો રોડ પર પોતાનું સંતુલન ગુમાવી બેઠો છે. તેની મોટરસાઇકલ રોડ પર અથડાતાં જ તે નીચે પડી જાય છે. તે જ સમયે એક ટ્રક ઝડપભેર જતી જોવા મળે છે. મોટર સાયકલ ચાલકે પોતાનું બાઇક રોડ પર મૂકીને ટ્રકના માર્ગ પરથી હટી જાય છે અને જેમાં તે ટ્રકની ટક્કરમાંથી બચી જતો જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લપસણો રોડ પર પડ્યા બાદ બાઇક સવાર ઊભો થઈને ભાગી જાય છે. તે જ સમયે ટ્રક પણ ઝડપથી આગળ વધી રહી હતી. તે ત્યાંથી વીજળીની ઝડપે આગળ વધે છે અને ટ્રકની ટક્કરથી બચી જાય છે. પાછળથી ટ્રક ચાલક બ્રેક મારીને અટકી જાય છે. મોટરસાયકલ ચાલકને વધુ ઈજા થઈ ન હતી અને તેની સક્રિયતાને કારણે તેનો જીવ બચી ગયો હતો.

Niraj Patel