વિશાળકાય મગરને પોતાના હાથે ખાવાનું ખવડાવી રહ્યો છે આ માણસ, વીડિયો જોઈને તમારા હોશ પણ ઉડી જશે, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો જોવાનું લોકોને ખુબ જ પસંદ હોય છે. ઘણા વીડિયોને જોઈને લોકો પણ હેરાન થઇ જતા હોય છે તો ઘણા વીડિયો એવા હોય છે કે જેને જોઈને લોકો પણ મોઢામાં આંગળા નાખી દેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમારા હોશ પણ ઉડી જશે.

વાયરલ વીડિયોમાં એક માણસ એક વિશાળ મગરને ખાવાનું ખવડાવતો જોવા મળે છે. આ વીડિયો ઓસ્ટ્રેલિયન ટીવી પ્રેઝન્ટર મેટ રાઈટનો છે, જે પ્રખ્યાત મગર આધારિત શો આઉટબેક રેંગલરમાં જોવા મળે છે. આ વીડિયોમાં મેટ પાણીના ખાડા પાસે જોવા મળે છે. પાણીમાં કોઈપણ પ્રકારની હલચલ નથી. મેટ તેના હાથમાં માંસનો મોટો ટુકડો લઈને પાણી તરફ જાય છે. એટલામાં અંદરથી એક વિશાળ મગર બહાર આવે છે અને મેટ તરફ આગળ વધે છે.

મેટ થોડો પાછળ ઝૂકે છે અને પછી માંસનો ટુકડો મગરના મોંમાં મૂકે છે. આ વિડિયો હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેને એક દિવસમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લગભગ 62 હજારથી વધુ લાઈક્સ પણ મળ્યા છે. મેટને મગરોને સંભાળવાનો સારો અનુભવ છે.

 

View this post on Instagram

 

A post shared by UNILAD (@unilad)

વીડિયો પર ઘણી ફની કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે તેને વિશ્વાસ નથી આવતો. અન્ય એક યુઝરે લખ્યું કે કલ્પના કરો કે જો તે વ્યક્તિ લપસીને પડી જાત તો શું થાત? અન્ય એક યુઝરે લખ્યું કે જો મગર માંસને બદલે તેનો હાથ ખાઈ લેતો તો ? કુલ મળીને આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel