આને કહેવાય ખતરો કે ખેલાડી… અસંખ્ય મગર વચ્ચે આરામથી કામ કરી રહ્યો છે આ વ્યક્તિ, વીડિયો જોઈને જ રૂંવાડા ઉભા થઇ જશે

મગરના વાડામાં આ ભાઈ કરી રહ્યો છે એવું કામ કે વીડિયો જોઈને લોકો બોલ્યા.. “આ છે દુનિયાનું ખતરનાક કામ..” જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે જેમને પોતાનું કામ પસંદ નથી હોતું, પરંતુ પસંદગીનું કોઈ કામ ના મળવાના કારણે તે કોઈપણ કામ કરી લેતા હોય છે. ઘણીવાર તો એવા એવા કામ પણ તેમને કરવા પડતા હોય છે કે તેમને કલ્પના પણ ના કરી હોય. પરંતુ દુનિયામાં કેટલાક એવા પણ કામ હોય છે જે ખુબ જ ખતરનાક હોય છે.

હાલ એવા જ એક ખતરનાક કામનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે અને તેને જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. કારણ કે આ ભાઈનું કામ એવી ખતરનાક જગ્યાએ છે જ્યાં જવાની પણ કોઈ હિંમત ના કરે. આ વ્યક્તિ એક મગરના વાડામાં અસંખ્ય મગરને સાચવવાનું કામ કરી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં કોઈ સલામતી દેખાતી નથી, ન તો કોઈ બીજી વ્યક્તિ છે જે પ્રથમ વ્યક્તિને બચાવી શકે. આ વીડિયોમાં, એક વ્યક્તિ તળાવના કિનારે સૂર્યસ્નાન કરી રહેલા મગરોને લાકડી વડે પાણીમાં ફેંકી દે છે. તે વ્યક્તિથી ડરીને મગર પણ ઝડપથી પાછળ ખસી જાય છે. આ કામ દરમિયાન તે વ્યક્તિમાં સહેજ પણ ડર દેખાતો નથી.

 

View this post on Instagram

 

A post shared by wildanimalpower (@wildanimalpower98)

લાકડી મારતી વખતે એક મગર તે વ્યક્તિ તરફ આગળ વધે છે, પરંતુ બીજી લાકડી ખાધા પછી તે પાણી તરફ ભાગવા લાગે છે. તે વ્યક્તિની પાછળથી એક ઓટો રિક્ષા આવે છે, જે દર્શાવે છે કે તેઓ મગરોને ખવડાવવાની તૈયારી કરી રહ્યા છે. આ તળાવમાં એક-બે કે ત્રણ નહીં પરંતુ સેંકડો મગર છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel