કોરોના વાયરસના દર્દી હોવાનું આ શખસે કર્યું નાટક, ટ્રેનમાં ધબધબાટી બોલી ગઈ પછી જે થયું

0

ચીનના વુહાન શહેરથી આખા વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ખૂબ જ ડર ફેલાયેલો છે. અહેવાલો અનુસાર, ચીનમાં જ કોરોના વાયરસને કારણે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 45 હજાર જેટલા લોકોને આ વાયરસને ચેપ લાગ્યો છે. ભારતના કેરળમાં પણ આ વાયરસથી ત્રણ લોકોને ચેપ લાગ્યાની ખબર આવી છે, ત્યારે રશિયામાં એક વ્યક્તિએ આ વાયરસથી લોકોને ડરાવ્યા જેને કારણે તેને હવે પાંચ વર્ષની જેલ અને પાંચ લાખ રૂબલનો દંડ પણ ભરવાની સજા થશે.

Image Source

છેલ્લા થોડા દિવસથી રશિયાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પ્રેન્કસ્ટર વ્યક્તિએ મોસ્કો મેટ્રોમાં મુસાફરોને ડરાવવા માટે તેને કોરોના વાયરસ હોવાનું નાટક કર્યું હતું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એ ચાલતી મેટ્રોમાં પડી જાય છે અને લોકોમાં અફરાતફરી મચી જાય છે અને લોકો આ વ્યક્તિને દૂર હટાવવાનો પ્રયાસ કરી રહયા છે. આ વીડિયોમાં વ્યક્તિનું પડવું અને લોકોનું બૂમો પાડીને દોડાદોડી કરવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.

જો કે આ વીડિયો ક્યારનો છે એ સ્પષ્ટ જાણવા નથી મળ્યું. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જારી કર્યું. સાથે જ મોસ્કોના આંતરિક મંત્રાલયે મીડિયાને આ વિશે જાણકારી આપી કે કોરોના વાયરસ વિષે બૂમો પાડનાર આ વ્યક્તિના બીજા બે સાથીઓની તલાશ ચાલુ છે.

Image Source

જણાવી દઈએ કે આ મામલે પોલીસે મુખ્ય સંદિગ્ધને અપરાધિક ગૂંડાગર્દીની શંકા પર ધરપકડ કરી હતી, જેમાં વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા અને 500,000 રૂબલ (£ 6,000) નો દંડ છે.

Image Source

આ વ્યક્તિના વકીલે જાણકારી આપી, ‘તેમના કલાયન્ટના નામે પોલીસે વોરંટ જારી કર્યું એ પછી એ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો, પણ વિચાર્યું ન હતું કે વાત આટલી વણસી જશે. મેટ્રોમાં પ્રેન્ક કરીને તેનો ઉદ્દેશ લોકોને નુકશાન પહોંચાડવાનો નહિ પણ માત્ર લોકોનું ધ્યાન દોરવાનો હતો, જેથી લોકો વાયરસથી બચે અને સાવધાની રાખે, માસ્ક લગાવે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.