આંબાવાડિયામાં પ્રેમિકાએ લટકીને કરી લીધો આપઘાત, પ્રેમીને મળી ખબર તો તેને પણ જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો
Suicide of a lovebird in Valsad : ગુજરાત (gujarat) માં છેલ્લા ઘણા સમયથી આપઘાત (Suicide) ના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પરીક્ષામાં નિસ્ફળતાના ડરથી આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. તો ઘણીવાર આપઘાત માટે પારિવારિક ઝઘડાઓ પણ જબદાર બનતા હોય છે. પ્રેમ પ્રસંગોમાં પણ ઘણા લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક મામલો વલસાડ (valsad) થી સામે આવ્યો છે. જ્યાં એક પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પારડીમાં આવેલા નેવરી ગામની અંદર રહેતી નીલમ નામની એક યુવતી કોઈ અગમ્ય કારણો સર આંબા વાડીએ જઈને ગળે ટુંપો ખાઈ પોતનાયુ જીવન ટૂંકાવી લીધું હતું. જેની જાણ તેના પ્રેમી સચિન નાયકાને થતા તેને પણ પ્રેમિકાના વિરહમાં આપઘાત કરીને પોતાનું જીવન ત્યજી દીધું. આમ એક પ્રેમ કહાનીનો અંત આવ્યો.
ઘટનાને લઈને આખા નેવરી ગામની અંદર શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાઅને પોલીસને પણ જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પ્રેમી પંખીડાઓના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે હજુ સુધી એ સામે નથી આવ્યું કે યુવક અને યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો.
આ મામલે હાલ પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. પોલીસે એ કારણ શોધવામાં લાગી છે કે આ પ્રેમી પંખીડાએ આપઘાત શા કારણે કર્યો ? સાથે જ પોલીસે બંનેના પરિવારજનો અને સંબંધીઓની પુછપરછ પણ શરૂ કરી છે. હાલ આ મામલો સમગ્ર પંથકમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.