થોડા સમય પહેલા જ ઓરિસ્સામાં એક ઘટના સામે આવી હતી કે જેમાં એક 22 વર્ષીય યુવક તેના મોબાઈલને ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો અને રાત્રે, ઓવર ચાર્જિંગને કારણે તેના ફોનમાં આગ લાગી અને ફોનમાં બ્લાસ્ટ થયો, જેમાં આ યુવકનું મૃત્યુ થયું હતું. હવે ફરીથી આવી જ એક ચોંકાવનારી ઘટના થાઈલેન્ડમાં ઘટી છે જ્યાં ફોનથી કરંટ લાગવાને કારણે એક 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.

થાઇલેન્ડના ચોનબુરીનો 28 વર્ષીય કીતિસક મૂનકિટી પોતાના રૂમમાં પડ્યો પડ્યો સ્માર્ટફોન પર ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન તેનો ફોન ચાર્જિંગ પ્લગથી જોડાયેલો હતો, ત્યારે તેનો ઉપયોગ કરતી વખતે તેને કરંટ લાગ્યો અને પલંગ પર જ યુવકનું મોત નીપજ્યું હતું.
અહેવાલ મુજબ, કીતિસકની માતાએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે ઘરમાં કામ કરતી હતી અને કામ કરવા દરમ્યાન તેને મદદ માટે કીતિસકને બૂમ મારી. ઘણીવાર તેને બોલાવ્યા પછી પણ તેને કોઈ જવાબ ના આપ્યો ત્યારે કીતિસકની મા તેના રૂમમાં ગઈ અને જોયું કે કીતિસક તેના પલંગ પર સૂતો હતો. માતાએ તેને ઉઠાડવા માટેના તમામ પ્રયત્નો કર્યા. પરંતુ તે ઉઠ્યો નહીં. ત્યારબાદ તેમણે પોલીસને ફોન કર્યો.

પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે કીતિસક મૃત્યુ પામેલો જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ યુવકના શરીર પર ફોનનો વાયર લપેટાયેલો હતો અને તેના બંને હાથ અને કાંડા પર બળ્યાના નિશાન હતા. પોલીસ પ્રાથમિક તપાસમાં એ તારણ પર આવી કે ફોન ચાર્જિંગમાં લાગ્યો હોવાને કારણે યુવકને વીજળીનો કરંટ લાગ્યો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. જયારે મૃત્યુનું સંપૂર્ણ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું કારણ જણાવી શકશે.

અમે અમારા વાચકોને વિનંતી કરીએ છીએ કે રાત્રે ઊંઘતા સમયે ફોનને ચાર્જિંગમાંથી હટાવીને પોતાનાથી દૂર રાખીને ઊંઘો અને ફોનને ક્યારેય ઓવર ચાર્જ ન કરવો. માત્ર કરંટ, આગ કે બ્લાસ્ટથી જ નહિ, પણ મોબાઇલમાંથી નીકળતા કિરણો પણ માનવ શરીરને ખૂબ જ ગંભીર અસર થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.