ભૂખથી મોટું બીજું કઈ નથી ! ખાવાનું ફેંકી દેતા પહેલા સો વાર વિચારજો… કારણ કે કેટલાક લોકોની ભૂખ આપણા વિચારો કરતા વધારે હોય છે, જુઓ વીડિયો

આ વીડિયોએ આંખોમાં આંસુઓ લાવી દીધા, ભૂખથી પીડાતો વ્યક્તિ બ્રેડને ગંદા પાણીમાં બોળી બોળીને ખાવા થયો મજબુર, જુઓ

young Man Eating Bread Dipped In Dirty Water: આજના સમયમાં મોટાભાગના લોકો બહાર હોટલમાં જમવા માટે જતા હોય છે અને ઘણી બધી હોટલો અનલિમિટેડ ફૂડ (unlimited food )પણ સર્વ કરતી હોય છે. ત્યારે ઘણી હોટલમાં જમવાનો લોકો બગાડ પણ કરતા હોય છે. આ ઉપરાંત લગ્ન અને પાર્ટી જેવા પ્રસંગોમાં પણ જમવાનો મોટા પ્રમાણમાં બગાડ (Wasting food) થતો જોયો જ હશે.

તો બીજી તરફ દુનિયાભરમાં ઘણા લોકો એવા પણ છે જેમેને બે ટંકનું ખાવાનું પણ નસીબ નથી થતું અને ઘણા લોકો ભૂખે જ સુઈ જતા હોય છે. તો કેટલાક લોકો કચરમાં પડેલી વસ્તુઓ પણ ખાઈ લેતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો લોકોના હૃદયને હચમચાવી રહ્યો છે, જેમાં ભૂખનું એક દૃશ્ય આંખોમાં આંસુઓ લાવી દે તેવું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ગંદા પાણી ભરાયેલા ખાડાની આગળ બેઠો છે અને તેના હાથમાં બ્રેડની એક કોથળી છે. તે અંદરથી બ્રેડનો ટુકડો તોડે છે અને પછી ગંદા પાણીમાં બોળીને ખાઈ રહ્યો છે. આ ખાવું તેને પસંદ નથી છતાં પણ કોઈ મજબૂરીના કારણે તે આ ખાવા માટે મજબુર બન્યો છે.

ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાની ભાવનાત્મક કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને ખાવાનો બગાડ ના કરવાની પણ સલાહ આપી છે તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે ભૂખથી મોટું કઈ નથી હોતું.

Niraj Patel