એક સમયે હતા સ્કૂલ ટીચર, નોકરી ગઈ તો ઘરમાં જ શરૂ કરી આ વસ્તુની ખેતી, હવે બે લાખ રૂપિયા છે વર્ષની કમાણી

કોરોના મહામારીના સમયમાં ઘણા લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી જેમાં અજમેરના  41  વર્ષના રજા મોહમ્મદ પણ શામિલ છે. કોવિડના પહેલા રજા મોહમ્મદ એક સ્કૂલમાં ટીચરની નોકરી કરતા હતા પણ લોકડાઉનને લીધે સ્કૂલો બંધ કરવામાં આવી અને તેને કારણે રજા મોહમ્મદની આજીવિકા બંધ થઇ ગઈ. જો કે આ કઠિન સમયમાં તેમણે અપેક્ષાઓ છોડી નહિ અને આવકના નવા સ્ત્રોત શોધવાનું શરૂ કરી દીધું.

(પ્રતીકાત્મક તસવીર)

જો વ્યક્તિમાં કોઈ કામ કરવાની કાબિલિયત હોય અને મનમાં લગન અને જુસ્સાની સાથે દ્રઢ સંકલ્પ હોય તો કોઈપણ કામ આસાન થઇ શકે છે.આવું જ કંઈક રજા મોહમ્મદે કરી બતાવ્યું હતું.નોકરી છૂટી ગયા બાદ તેમણે સમુદ્રમાંથી મળી આવતા મોતીની ખેતી પોતાના જ ઘરે કરવાનું શરૂ કરી દીધું. આ બાબતે થોડી ઘણી જાણકારી મેળવ્યા બાદ તેમને વિશ્વાસ આવી ગયો કે તે આ કામ સહેલાઈથી કરી શકશે. અજમેરના રસુલપુરા ગામના રજા મોહમ્મદે એક ઇન્ટરવ્યૂમાં પોતાની આ જર્ની વિશે વાત કહી હતી.

રજા મોહમ્મદને તે સમયે ખુબ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે લોડાઉનને લીધે સ્કૂલનો વ્યવસાય બંધ થઇ ગયો હતો જેને લીધે રોજી રોટીનું સંકટ આવી પડ્યું. રજાએ કહ્યું કે આજથી દોઢ વર્ષ પહેલા તેણે મોતીની ખેતીની શરૂઆત કરી,કોવિડ આવ્યા બાદ તે ટીચરમાંથી ખેડૂત બની ગયા છે, તેને મોતીની ખેતી વિષેની જાણકારી રાજસ્થાન ના નરેન્દ્ર કુમાર ગરવા દ્વારા મળી હતી જે લાંબા સમયથી મોતીની ખેતી કરતા હતા અને અન્ય લોકોને પણ આ હુનર શીખડાવતા હતા.

જેના બાદ રજા મોહમ્મદે 60 થી 70 હજારની નાની એવી રકમની સાથે સીપ દ્વારા મોતી બનાવવાનું શરૂઆત કરી. જેના માટે તેને ખેતરમાં 10/25ની જગ્યમાં એક નાનું એવું તળાવ બનાવ્યું અને તેની અંદર દેશના અલગ અલગ હિસ્સાઓમાંથી ખરીદીને લાવેલા સીપ(બીજ) રાખ્યા. સારી ખેતી માટે તે એકસાથે 1000 જેટલા સીપ લાવતા હતા અને તેની સારી રીતે દેખભાળ કરતા હતા.સારા પરિણામ માટે રજા મોહમ્મદ ઝિપમા ન્યુક્લિઅસ નાખતા હતા અને નિયમિત રૂપે પાણીનું પીએચ અને એમોનિયા લેવલ ચેક કરતા હતા. બજારમાં એક મોતીની કિંમત 200 થી 1000 રૂપિયા સુધીની છે.આજે રજા મોહમ્મદ વર્ષના 2 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.

અમુક મહિનાઓની મહેનત બાદ એક સીપમાંથી ઓછામાં આછા સારી ગુણવતા વાળા બે મોતી મળી આવતા હતા અને 20-25 ટકા જેટલા મોતી ખરાબ પણ થઇ જતા હતા.આજે તે વર્ષના બે લાખ રૂપિયા કમાઈ રહ્યા છે અને આગળ જતા તેમને વધારે આવકની અપેક્ષા છે. તેમને એ વાતનો ગર્વ છે કે તેને હવે લોકો મોતીની ખેતી માટે જાણવા લાગ્યા છે. નરેન્દ્ર કુમારે તેમની પ્રશંસા કરતા કહ્યું કે તે કહ્યું હતું કે આ તેની મહેનતનું જ પરિણામ છે કે તે આટલી કમાણી કરવા માટે સક્ષમ છે.

મોતીની માંગ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખુબ જ છે. સારી વાત એ પણ છે કે તેને દેશના કોઈ પણ ભાગમાં ઉત્પન્ન કરી શકાય છે જરૂર છે તો માત્ર નાના એવા તળાવ અને મીઠા પાણીની. મોતીન ખેતી શરૂ કરતા પહેલા ટ્રેનિંગ લેવી પણ જરૂરી છે અને આ ટ્રેનિંગ CIFA ના તરફથી સમયાંન્તરે કરવામાં આવે છે. અને આ ટ્રેનિંગ ફ્રી માં આપવામાં આવે છે. મોતીની ખેતીની વધુ માહિતી માટે CIFA ની આધિકારિક વેબસાઈટ પર જઈને સંબધિત લોકો સાથે સંપર્ક કરીને મેળવી શકાય છે.

Krishna Patel