મેઈન રોડ પર જ આ યુવકે બાઈક સાથે બતાવ્યા એવા ગજબના સ્ટન્ટ કે લોકોએ કહ્યું, “આ છે અસલી ખતરો કે ખિલાડી..” જુઓ વીડિયો

બાઈક પર દિલ ધડક સ્ટન્ટ કરીને છવાઈ ગયો યુવક, જોઈને તમે પણ ક્હેશો.. “સર્કસનો સ્ટન્ટમેન રોડ પર ઉતરી ગયો..” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં તમે ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા જોયા હશે. ઘણા વીડિયોની અંદર લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા સ્ટન્ટ પણ કરતા હોય છે. ત્યારે જો સ્ટન્ટ કરવામાં સહેજ ચૂક થઇ જાય તો જીવ પણ જતો રહેતો હોય છે. આવા પણ ઘણા વીડિયો તમે જોયા હશે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ રોડ પર બાઈક સાથે એવા એવા સ્ટન્ટ બતાવી રહ્યો છે કે તેને જોઈને તમારો જીવ પણ એક ક્ષણ માટે અઘ્ધર થઇ જાય. વીડિયો જોયા બાદ ઘણા લોકો આ સ્ટંટમેનની પ્રસંશા કરી રહ્યા છે તો ઘણા લોકો આવા સ્ટન્ટ ના કરવાની પણ સલાહ આપી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં  મળી રહ્યું છે કે એક યુવક બાઈક પર સ્ટેરીંગ ખુલ્લું રાખીને આરામથી પાછળની સીટ પર બેઠો છે અને થોડીવારમાં જ તે પોતાના બંને પગ રોડ પર મૂકીને ચાલુ બાઇકે જ ઉતરીને પોતાની છાતી બાઈકની પાછળની સીટ પર ટેકવી દે છે. આ પછી તે જાણે બાઇકને ધક્કો મારતો હોય અને રેસ લગાવતો હોય એવા સ્ટન્ટ કરવા લાગે છે.

વીડિયોમાં છેલ્લે તે બાઈક પર પાછો બેસી જાય છે અને પછી દિલ ધડક સ્ટન્ટ કરવા લાગી જાય છે. આ દરમિયાન યુવકે સલામતીના કોઈ સાધન પણ પહેર્યા નથી કે ના તેને હેલ્મેટ પણ પહેર્યું છે. ત્યારે આ યુવકનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની પુષ્ટિ હજુ નથી થઇ.

Niraj Patel