હેલ્મેટ વગર 100ની સ્પીડ પર જઈ રહેલા બાઈક ચાલકની પીછો કર્યો આ ભાઈએ… અને ઉભો રખાવીને કહ્યું,”યમરાજે મોકલ્યો છે…” પછી જે થયું એ… જુઓ વીડિયોમાં

હવા સાથે વાતો કરીને બાઈક ભગાવી રહેલા આ બાઈક ચાલાકને ઉભો રખાવી આ કાર ચાલક કાકાએ જે કર્યું એ તમારું પણ દિલ જીતી લેશે.. જુઓ વીડિયો

આજના સમયમાં ખાસ કરીને યુવાનો પોતાની સલામતીનું ધ્યાન રાખતા નથી અને પુરપાટ ઝડપે વાહન ચલાવતા હોય છે. જેના કારણે તે અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. ત્યારે ટ્રાફિક દ્વારા પણ નિયમો તોડનાર પાસેથી દંડ વસુલવામાં આવે છે. પરંતુ હાલમાં એક વ્યક્તિએ એક પુરપાટ ઝડપે દોડી રહેલા બાઈક સવારને ઉભો રખાવીને જે કર્યું તે લોકોનું દિલ જીતી રહ્યું છે.

લખનઉના એક્સપ્રેસ વે પર એક વ્યક્તિ તેની કારમાં હેલ્મેટ પહેરીને ડ્રાઇવ કરી રહ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાઘવેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ સોશિયલ મીડિયા પર ‘હેલ્મેટ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે પ્રખ્યાત છે. રાઘવેન્દ્ર પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં તે લોકોને ફ્રીમાં હેલ્મેટ આપતા જોવા મળે છે. રાઘવેન્દ્રએ માર્ગ અકસ્માતમાં તેના એક મિત્રને ગુમાવ્યા બાદ લોકોને મફત હેલ્મેટનું વિતરણ કરવાનું અભિયાન શરૂ કર્યું.

રાઘવેન્દ્રનો તાજેતરનો વીડિયો ચર્ચામાં છે. તેમાં તે હેલ્મેટ પહેરીને કાર ચલાવતો જોવા મળે છે. રાઘવેન્દ્રએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો, તેનું કેપ્શન હતું “તેમની કારની સ્પીડ 100થી ઉપર નથી લેતા, પરંતુ લખનઉ એક્સપ્રેસ વે પર જ્યારે એક વ્યક્તિએ મને ઓવરટેક કર્યો તો હું દંગ રહી ગયો, કારણ કે હેલ્મેટ વિના તેની સ્પીડ અમારા કરતા વધુ હતી. તેને સેફ્ટી કવર હેલ્મેટ આપવા માટે, તેણે તેની કાર 100થી વધુ ચલાવવી પડી, આખરે તેને પકડ્યો.”

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાઘવેન્દ્રએ એક્સપ્રેસ વે પર એક બાઇક સવારને હેલ્મેટ ન પહેરવા બદલ રોક્યો હતો. તેણે આ વ્યક્તિને કહ્યું કે તે લાંબા સમયથી તેને ફોલો કરી રહ્યો છે. આ પછી તેણે બાઇક સવારને હેલ્મેટ ભેટમાં આપ્યું. વીડિયોમાં રાઘવેન્દ્ર કહેતા પણ જોવા મળી રહ્યા છે “મારી કારની પાછળ એક મેસેજ લખવામાં આવ્યો છે, ‘યમરાજે મોકલ્યો છે બચાવવા માટે, ઉપર જગ્યા નથી જવા માટે”.

આ દરમિયાન રાઘવેન્દ્રએ બાઇક સવારને હેલ્મેટ પહેરવાની વિનંતી કરી. રાઘવેન્દ્રએ બાઇક સવારને એમ પણ કહ્યું કે તમારા વાળ ઘણા સારા છે, પરંતુ હેલ્મેટ પહેરો. આ સાંભળીને બાઇક સવાર હસવા લાગ્યો. રાઘવેન્દ્રએ વધુમાં કહ્યું કે એક્સપ્રેસ વે એ ‘મોતનો એક્સપ્રેસ વે’ છે. આવી સ્થિતિમાં હેલ્મેટ પહેરવામાં અચકાવું નહીં. વાયરલ વીડિયોમાં રાઘવેન્દ્રએ જે બાઇક સવારને હેલ્મેટ આપ્યું તેનું નામ નિખિલ તિવારી છે. તે ઈટાવાનો રહેવાસી છે. તે બાઇક દ્વારા શિકોહાબાદ જઈ રહ્યો હતો.

Niraj Patel