1.5 લિટર કોલ્ડ ડ્રિંક 10 મિનિટમાં જ ગટગટ પી ગયો આ યુવક, થોડીવાર બાદ બગડી હાલત, મોત

કોલ્ડ ડ્રિન્ક પીધા પછી પેટ ફુગ્ગાની જેમ ફૂલી ગયું… છેલ્લે થઇ મોત- જાણો વિગત

દુનિયામાં ઘણા એવા લોકો છે જે એક જ શ્વાસમાં કોલ્ડ ડ્રિંકની પૂરી બોટલ ગટકાવવાની શરત રાખતા હોય છે. જો તમે પણ તેમનામાંના એક છો, તો આવુ કયારેય પણ કરતા નહિ. કારણ કે હાલમાં જ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. 22 વર્ષિય એક યુવકે કોલ્ડ ડ્રિંક પીધા બાદ મોત થઇ ગઇ. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, આ યુવકે 10 મિનિટની અંદર 1.5 લિટર કોલ્ડ ડ્રિ્ંક પીધી હતી. જેનાથી તેના શરીરમાં ગેેસનો એવો ફુગ્ગો બન્યો કે તે સહન ન કરી શકયો અને તેની મોત થઇ ગઇ. ડોક્ટરના આ ખુલાસાથી સૌ કોઇ હેરાન છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ ઘટના ચીનની છે. લોકલ મીડિયા રીપોર્ટ અનુસાર, ચીનમાં આ દિવસોમાં ભીષણ ગરમી પડી રહી છે.એવામાં એક યુવકે ગરમીથી રાહત મેળવવા માટે કોલ્ડ ડ્રિંકની 1.5 લિટરની એક બોટલ ખરીદી હતી અને 10 મિનિટની અંદર તેને પૂરી પી ગયો હતો. જે બાદ તેની બોડીમાં ઘણો ગેસ ભરાઇ ગયો હતો અને તેની હાલત બગડવા લાગી હતી. તે બાદ તેને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જયાં તેણે દમ તોડી દીધો.

મીડિયા રીપોર્ટ અનુસાર, કોલ્ડ ડ્રિંકની બોટલ ગટકાયા બાદ તેની ધડકન વધી ગઇ હતી અને બ્લડ પ્રેશર લો થવા લાગ્યુ હતુ. આ સાથે જ તેના શ્વાસ ફૂલવા લાગ્યા હતા. 6 કલાક બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. પરંતુ 18 કલાકની અંદર તેની મોત થઇ ચૂકી હતી. ડોક્ટરોનું કહેવુ છે કે, કોલ્ડ ડ્રિંકને કારણે તેના પેટમાં ગેસ ભરાઇ ગયો હતો, જેને તે સહન ન કરી શકયો અને તેનો જીવ ચાલ્યો ગયો.

Shah Jina