ડીજેના તાલે નાચી રહ્યા હતા યુવકો ત્યારે જ એક વ્યક્તિ મહિલાને લઇને આવ્યો અને લગાવવા લાગ્યો ઠુમકા, પછી થયુ એવું કે…જુઓ વીડિયો

ભારતીય લગ્નો રંગો, પરંપરાઓ, પ્રેમ, સંગીતથી ભરેલા હોય છે અને પરિવારો તેમજ મહેમાનો માટે ખરેખર આનંદપ્રદ હોય છે. ખુશીના પ્રસંગે માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ મિત્રો પણ પાર્ટીનો આનંદ માણે છે. કોઈપણ લગ્નમાં ડાન્સ ન થાય તો લગ્ન થોડા ઠંડા લાગે છે. લગ્નમાં બધાને દિલ ખોલીને ડાન્સ કરવાનું પસંદ હોય છે. ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને દરરોજ સેંકડો લગ્નો થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ લગ્નના વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

જેમાં લગ્ન દરમિયાન ડાન્સ કરતા કરતા સગા-સંબંધીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગે સ્ટેજ પર વર-કન્યા બેઠા હતા અને સગા-સંબંધીઓ ડીજેના તાલે નાચી રહ્યા હતા. પછી કંઈક એવી ઘટના બની કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. આ વીડિયોને YouTube પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

લગ્નમાં આવેલા મોટાભાગના મહેમાનો કાં તો પીતા હોય છે અથવા ખાતા હોય છે.આ દરમિયાન એક કપલ ફ્લોર પર ડાન્સ કરવા આવે છે. જોકે, યુવકે ડાન્સ કરવા માટે મહિલાનો હાથ પકડી લીધો અને તેને ડાન્સ ફ્લોર પર ખેંચી ગયો. આ દરમિયાન ફ્લોર પર બેઠેલા અન્ય વ્યક્તિને આંચકો લાગ્યો, જેના કારણે તેને ગુસ્સો આવ્યો અને પછી બદલાની ભાવનામાં તેણે મહિલા સાથે સ્ટેજ પર આવેલા વ્યક્તિને ઉપાડવાનું શરૂ કર્યું અને થોડી જ સેકન્ડોમાં તે ઝપાઝપી પર ઉતરી આવ્યો અને માર મારવા લાગ્યો.

ડીજે તરત જ બંધ કરી દેવામાં આવ્યુ અને બધાએ મામલો શાંત પાડવાનો પ્રયાસ શરૂ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina