આ ભક્તની થઇ માનતા પુરી, તો તિરુપતિ બાલાજી મંદિરને 2 કિલોના સોનાના શંખ અને ચક્રનું કર્યું દાન, જુઓ તસવીરો

કોરોનાની મહામારી સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ અને આ મહામારીની ચપેટમાં કરોડો લોકો આવી ગયા તો લાખો લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. ઘણા લોકો એવા પણ હતા જે મોતના મુખમાંથી પણ પાછા આવ્યા છે. ત્યારે આવા લોકો ઈશ્વરનો આભાર માની રહ્યા છે.

હાલમાં મળતી ખબર પ્રમાણે એક વ્યક્તિએ કોરોનાથી બચવા માટે તિરુપતિ બાલાજી મંદિરમાં માનતા માની હતી અને જીવ બચવા ઉપર તે વ્યક્તિએ તિરુપતિ મંદિરમાં 2 કિલો સોનાના આભૂષણોનું દાન કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે તામિલનાડુમાં રહેવા વાળા એક ભક્ત દ્વારા બુધવારના રોજ તિરુમાલામાં આવેલા પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર માટે લગભગ 2 કરોડ રૂપિયાના સોનાના શંખ અને ચક્રનું દાન કર્યું છે.

મંદિરના એક અધિકારીએ જણાવ્યું કે ભગવાનની પૂજા કર્યા બાદ શ્રદ્ધાળુ થન્ગદુરાઈએ મંદિરના અધિકારીઓને સાડા ત્રણ કિલોગ્રામના સોનાના શંખ અને ચક્ર દાનમાં આપ્યા છે. થન્ગદુરાઈ તામિલનાડુના થેનીના રહેવાસી છે.

અધિકરીઓએ જણાવ્યું કે પ્રાચીન મંદિરના મુખ્ય દેવતાને આ આભૂષણો દ્વારા વિભૂષિત કરવામાં આવશે. અધિકારીઓએ શ્રદ્ધાળુના હવાલા દ્વારા જણાવ્યું કે શ્રદ્ધાળુને કોવિડ-19 મહામારીના કારણે લાગેલા લોકડાઉનમાં ગંભીર બીમારી આવી ગઈ હતી અને તેમને પોતાની માનતા પૂર્ણ કરવા માટે આ દાન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે તિરુપતિ મંદિરમાં મોટાભાગે સોનાનું દાન આવતું હોય છે. એટલા માટે દાનના મામલામાં આ મંદિર ભારતમાં પહેલા સ્થાન ઉપર છે.

Niraj Patel