આ વ્યક્તિએ ગરીબ લોકોની કહ્યાં વગર કરી એવી રીતે મદદ કે વીડિયો જોઈને તમારી આંખો પણ આંસુઓથી છલકાઈ ઉઠશે, જુઓ

આને કહેવાય સાચું દાન ! ચુપચાપ કહ્યા વગર ગરીબ લોકોની પાછળ સામાન ભરેલો થેલો મૂકીને ચાલી નીકળ્યો આ વ્યક્તિ, જયારે ગરીબોએ ખોલીને જોયું પછી તેમની ખુશી જોઈને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો

એવું કહેવાય છે કે મદદ કરનાર વ્યક્તિ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે, ઘણા લોકો એવા હોય છે જે ફક્ત દુનિયાને બતાવવા માટે મદદ કરતા હોય છે, તેમના નામની મોટી મોટી તકતીઓ મદદ કરીને લગાવતા હોય છે તો સોશિયલ મીડિયામાં પણ મદદ કરતી તસવીરો અને વીડિયો શેર કરતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં મદદ કરવાનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ સલામ કરી રહ્યા છે.

આ વીડિયો ભારતીય RPG ગ્રુપના વર્તમાન અધ્યક્ષ હર્ષવર્ધન ગોએન્કાએ શેર કર્યો છે. તમે પણ આ વિડિયો જોઈને ભાવુક થઈ જશો. આ વીડિયોમાં એક વ્યક્તિ કેટલાક લોકોની મદદ કરતો જોઈ શકાય છે. પરંતુ આ વ્યક્તિ લોકોને જાણ કર્યા વગર મદદ કરતો જોવા મળે છે. જે લોકો બેઘર લોકોને મદદ કરે છે તેઓ ભગવાન દ્વારા તેમના માટે મોકલવામાં આવેલા દેવદૂત જેવા છે.

આવા દેવદૂત મદદ કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.હકીકતમાં એક વ્યક્તિ રસ્તા પર રહેતા લોકોની બાજુમાં ગ્રોસરીનો થેલો ગુપ્ત રીતે રાખે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કરિયાણાનું પેકેટ ખોલતાની સાથે જ આ લોકોના ચહેરા પર ખુશી અને આંસુ બંને છવાઈ જાય છે. તેમની પ્રતિક્રિયા જોઈને તમને પણ ખ્યાલ આવશે કે તેમને એક સમયની રોટલી માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે. આ વ્યક્તિએ આ રાશનની થેલી એક વિકલાંગ વ્યક્તિને પણ દાનમાં આપી હતી.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ સેક્શનમાં ફીડબેક આપવાથી પોતાને રોકી શકતા નથી. આવા દ્રશ્ય જોઈને ઘણા લોકો ભાવુક પણ થઈ ગયા હતા. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ  લોકોને આવા ગરીબ અને લાચાર લોકોને મદદ કરતા રહેવાની સલાહ આપી.

Niraj Patel