છોકરો ચાલતી Alto કારની છત પર કરવા લાગ્યો પુશઅપ્સ, વીડિયો વાયરલ થયા બાદ બધી હેકડી નીકળી ગઇ

ચાલતી કારની ઉપર બેસી દારૂ પીધો અને પુશ-અપ કરી : ત્રણ બીજા બારીમાંથી નીકળી ડાંસ કરતા દેખાયા.. વીડિયો વાયરલ થયા બાદ..

Man Doing Push-Ups Moving Car: રસ્તા પર ચાલતી વખતે, તમે ઘણાને કારના સનરૂફમાંથી બહાર ડોકિયુ કરીને આનંદ લેતા જોયા જ હશે. જો કે, ઘણા લોકો તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા રસ્તા પર ખતરનાક બાઇક/કાર સ્ટંટ કરતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ગુરુગ્રામમાં નશાની હાલતમાં કેટલાક છોકરાઓએ ચાલુ કાર પર એવું કારનામું કર્યું કે જોનારા પણ દંગ રહી ગયા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને સાડા છ હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

આ ઘટના હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાની છે. જ્યાં 5 યુવાનો અલ્ટો કારમાં ખતરનાક સ્ટંટ કરીને પોતાનો જીવ અને બીજાનો જીવ જોખમમાં મુકી રહ્યા હતા. બધા નશાની હાલતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક છોકરો તો એક કારની છત પર પુશઅપ કરી રહ્યો હતો. જ્યારે અન્ય લોકો બારીમાંથી લટકી ડાંસ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો 18 સેકન્ડનો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે રસ્તા પર ઘણા વાહનો દોડી રહ્યા છે.

તેમની વચ્ચે સફેદ રંગની ‘Alto 800’ પણ છે. કારની બારીઓમાંથી લટકતા છોકરાઓ વીડિયોમાં જોવા મળે છે અને એક વ્યક્તિ કારની છત પર પુશઅપ કરતો જોવા મળે છે. આટલું જ નહીં, તે કેટલાક પુશઅપ્સ કર્યા પછી ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ વીડિયો અલ્ટોની પાછળ આવતી કારમાંથી શૂટ કરવામાં આવ્યો છે. આમાં તમે વ્યક્તિને બોલતા સાંભળી શકો છો – યે ચલ રહા હૈ… ગુરગ્રામ મેં, મતલબ મસ્ત ચલતી ગાડી પર દેખો ભાઈ યે…

આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર વીડિયો શેર કરતા યુઝરે પોલિસને ટેગ કરીને લખ્યું – તેમને ન તો કોઈના જીવની પરવા છે કે ન તો ગુરુગ્રામ ટ્રાફિક પોલીસની. શહેરની ટ્રાફિક પોલીસે જણાવ્યું કે, “ભંગ કરનાર સામે રૂ. 6,500નું ચલણ જારી કરવામાં આવ્યું છે. અમે તમામ રોડ યુઝર્સને વિનંતી કરીએ છીએ કે તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાનો જીવ અને અન્ય લોકોના જીવને જોખમમાં ન નાખે.”

Shah Jina