સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા લોકોના ટેલેન્ટ જોઈને એમ થાય કે ખરેખર આ લોકોમાં અદ્દભુત પ્રતિભા રહેલી છે. અને એમાં પણ આપણા ભારતીયો તો ટેલેન્ટ અને જુગાડ બતાવવામાં ક્યાંય પાછા પડે તેમ જ નથી.
હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિનો ટેલેન્ટ સામે આવે છે. આ વાયરલ વીડિયોની અંદર વ્યક્તિ પોતે જ પોતાની જાતે પોતાના વાળ કાપી રહેલો જોવા મળે છે.
આ વીડિયો જોઈને શક્તિમાનની પણ યાદ ચોક્કસ આવી જાય. આ રસપ્રદ વીડિયોને શેર કર્યો છે ટ્વીટર યુઝર્સ અવનિશ શરણે. આ વીડિયોને અત્યાર સુધી હાજારો લોકોએ જોયો છે અને પોતાના પ્રતિભાવ પણ આપ્યા છે.વીડિયો જોઈને તમને પણ આ કલાકારને સલામ કરવાનું મન થઇ જશે તમે પણ જુઓ આ વીડિયો.
अद्भुत प्रतिभा.🤩 pic.twitter.com/656Fojm0Lk
— Awanish Sharan (@AwanishSharan) December 8, 2020